વરુણ ઘવન આ વર્ષે જુડવા-2 ફિલ્મ કરશે. આ સલમાન ખાનની હીટ ‘જુડવા’ નું સિકવલ છે. ડેવિડ ઘવને પોતાની ફિલ્મ જુડવાના સીક્વલમાં પોતાના પુત્ર વરુણ ઘવનને ફાઈનલ કરી દીધો છે. પણ ઘણા સમયથી અભિનેત્રીઓને લઇ ચર્ચા ચાલી રહી છે કે આમાં વરુણ સાથે કોણ ફીટ બેસશે.
પહેલા ખબરો આવતી હતી કે વરુણ ઘવન ની ફિલ્મ ‘જુડવા-2’ માં ‘દિલવાલે’ ગર્લ અને વરુણની કોસ્ટાર કૃતિ સેનન ને ફાઈનલ કરવામાં આવશે. થોડા સમય પણ ખબરો આવી કે આમાં શ્રદ્ધા કપૂર, આલીયા ભટ્ટ, ઈલીયાના ડીક્રુઝ અને પરિણીતી ચોપડા માંથી કોઈપણ બે ને ફિલ્મમાં કાસ્ટ કરવાની વાત ચાલી રહી હતી.
જોકે, હવે કાસ્ટ સિલેકશન અંગે નવો ટ્વીસ્ટ આવ્યો છે. જાણકારી અનુસાર જુડવા-2 માં સ્ટુડન્ટ વરુણ ઘવન સાથે સલમાન ખાનની “બેબી” અને અક્ષય કુમારની “બેબી” જોવા મળશે. એટલેકે આ ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડેઝ અને તાપસી પાન્નું જોવા મળશે.
આ બંને અભિનેત્રીઓ ને ફાઈનલ કરી લેવામાં આવે છે. જેકલીન સાથે વરુણ ‘ઢીશુમ’ માં જોવા મળ્યો છે પણ તાપસી સાથે તેની આ પહેલી ફિલ્મ હશે. આ બંને અભિનેત્રીઓ આ ફિલ્મનો હિસ્સો હશે એ અંગે વરુણ ઘવને પોતાના ઓફીશીયલ ટ્વીટર એકાઉન્ટ જાહેર કર્યું હતું.
જણાવી દઈએ કે આ ફિલ્મના ડાયરેક્ટર સાજીદ ખાન અને પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા કરી રહ્યા છે. આ કોમેડી અને એક્શન ફિલ્મ બનશે.