જુડવા બાળકોના સિંગલ ‘ડેડ’ બન્યા કરણ જોહર

karan-johar-becomes-father-to-twins-roohi-and-yash-via-surrogacy

બોલીવુડના જાણીતા ડાયરેક્ટર કરણ જોહર લગ્ન વગર જ પિતા બની ગયા છે. તેઓ જુડવા બાળકોના પિતા બન્યા છે. કરણ જોહરને ‘સેરોગેસી મધર’ ના માધ્યમે એક છોકરો અને છોકરી મળ્યા છે.

કરણે બાળકોના નામ પણ રાખી દીધા છે. છોકરીનું નામ ‘રુહી’ અને છોકરાનું નામ ‘યશ’ તેઓએ રાખ્યું છે. જોકે, આ વાતની જાણકારી કરણે પોતે જ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટર માં આપી છે. તેમને ટ્વીટર માં એક લાંબો એવો પત્ર લખ્યો છે. તેઓ કહે છે કે, ‘મેડીકલ સાઈન્સના માધ્યમે હું મારા દિલના આ બે ટુકડાને દુનિયામાં આવતા અને પિતા બનતા પોતાને ખુબજ સૌભાગ્યશાળી મહેસુસ કરું છુ.’

કરણ ના બાળકો હાલ હોસ્પિટલમાં છે. ઉલ્લેખનીય છે કે ‘સેરોગેસી મધર’ ના માધ્યમે કરણ જોહર પહેલા તુષાર કપૂર પુત્ર લક્ષ્ય, રોમાંસના બાદશાહ શાહરૂખ ખાન પુત્ર અવરામ અને આમીર ખાન પુત્ર આઝાદ રાવ ખાન ને પણ આના માધ્યમે જ લાવ્યા હતા.

જણાવી દઈએ કે સેરોગેસી એને કહેવામાં આવે છે કે, જો દંપતી પોતાનું બાળક ઈચ્છતા હોય અને જો કોઈ કારણવશ તે તેમના બાળકને આ દુનિયામાં લાવી ન શકતા હોય તો આ પ્રક્રિયા દરમિયાન તે નવ મહિના સુધી બાળકને પોતાની કોખમાં રાખીને જન્મ બાદ બીજાને એગ્રીમેન્ટ દ્વારા સોપી દે છે. આને જ કહેવાય છે સેરોગેસી.

Comments

comments


4,799 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 7 =