જુઓ વિશ્વની 10 સુંદર ઇમારતો, જેની આગળ તાજમહેલ પણ છે ફેલ

amazing buildings in the world

દુનિયાની આ અદભૂત ઇમારતો શ્રેષ્ઠ બનાવટ અને વાસ્તુશિલ્પ નો ઉત્તમ નમુનો છે. આ દુનિયાભરના લોકોને આકર્ષિત કરે છે.

amazing buildings in the world

પીસાની લીનીંગ ટાવર લાઇન પર યુએઈ ની અબુધાબી માં કેપિટલ ગેટ ઇમારત કોઈને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે. 160 ફુટ ઊંચી 35 માળની આ ઇમારત પોતાની ધરીથી પશ્ચિમ બાજુ 18 ડીગ્રી નીચે નમેલ છે. વર્ષ ૨૦૧૦માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં આને દુનિયાની સૌથી નીચે જુકેલી માનવ નિર્મિત ઇમારતનો દરજ્જો મળ્યો છે.

amazing buildings in the world

ચીનની સનરાઇઝ કેંસ્પિનકી હોટેલ પોતાના નામ પ્રમાણે બનેલ છે. બીજીંગથી ૬૦ કિલોમીટર દુર એક તળાવના કિનારે આ હોટેલને એવો આકાર આપવામાં આવ્યો છે કે સુરજ ઉગતો હોય તેવું લાગે! આ હોટેલના પ્રવેશદ્વાર ને માછલીના મોઢા જેવો બનાવ્યો છે. આ હોટેલને એકતા, સંવાદિતા અને અનંતના પ્રતિક રૂપે બનાવેલ છે.

amazing buildings in the world

સિંગાપુરનું ધ મેઇરીના બે સેન્ડ્સ હોટેલને પાણીના જહાજના આકારમાં બનાવેલ છે. ૫૭ માળની આ હોટેલને સિંગાપુરની સૌથી ઉંચી ઇમારત માનવામાં આવે છે. લકઝરી સુવિધાઓ થી સજ્જ અને અહીથી જોવાતા નઝારા માટે આ હોટેલ આખી દુનિયામાં પ્રખ્યાત છે.

amazing buildings in the world

ડેનમાર્કમાં નોર્ડબોગી ની કુમલસ ઇમારત પોતાના અજીબો ગરીબ ડીઝાઇનથી ફેમસ છે. આ ઇમારતના આર્કીટેક્ચર જુર્ગન મેયર એચને પણ ભ્રમ છે કે આ વાસ્તવમાં ઉલ્કાની જેમ કે અણુની જેમ દેખાય છે.

amazing buildings in the world

ભારતની રાજધાની દિલ્હીમાં બનેલ અક્ષરધામ મંદિર પણ દુનિયાની આ ૧૦ સુંદર ઇમારતોમાં શામેલ છે. આ મંદિર પોતાની કલા અને વાસ્તુશાસ્ત્ર માટે પ્રખ્યાત છે.

amazing buildings in the world

એરિજોના નુ ચેપલ ઓફ ધ હોલી  ક્રોસ જોવા લાયક છે. લાલ પથ્થરની 250 ફુટ ઊંચી ટ્વીન રોક્સની વચ્ચે આને વર્ષ ૧૯૫૬માં કેથોલિક ચેપલના ચિન્હ તરીકે બનાવવામાં આવી હતી. આ પોતાની સુંદરતા ને લીધે દુનિયાભરના પર્યટનોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

amazing buildings in the world

દુબઇ માં ઇન્ફિનિટીનો ટાવર, વળાંક લેતો દુનિયાનું સૌથી ઊંચો ટાવર છે. આ ઇમારતની ખાસિયત એ છે કે આની અંદર તમને કોઇપણ જગ્યાએ સંરચનાત્મક પીલોર જોવા નહી મળે. આ વોટરપ્રૂફ વ્યુની સાથે ૮૦ માળની આ ઇમારત રેસિડેન્શિયલ છે. જમીનથી તેની ઊંચાઈ 305 મીટર છે.

amazing buildings in the world

ઓસ્ટ્રેલિયાનું સીડની ઓપેરા હાઉસ, તેની અનન્ય સ્થાપત્ય કલાનો બેજોડ નમુનો છે. રેડ ગ્રેનાઇટની ઉપર સફેદ શેલ આકારની છત આને આકર્ષકનો લુક આપે છે. વર્ષ ૧૯૭૩માં આનું ઉદ્ઘાટન થયું હતું.

amazing buildings in the world

જાપાન નું એચી નાગોયા, સાયન્સ મ્યુઝિયમ અને પ્લાનેટેરિયમના બોલ જેવા આકારમાં બનેલ છે. આ પોતાની તરફ ખાસ સંગ્રહાલય અને દુનિયાનું સૌથી મોટું તારામંડળ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,325 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>