પહાડોમાં ફરવાના શોખીન હવે પહાડોમાં બનેલ મ્યુઝિયમની પણ મજા માણી શકે છે. કદાચ તમે આ મ્યુઝિયમ ક્યારેય નહિ જોયું હોય. આ મ્યુઝિયમના આર્કિટેક્ચર ઝાહા હદીદ છે. આ મ્યુઝિયમ એટલું સુંદર બનેલું છે અહી દુર દુરના લોકો જોવા આવે છે.
આ મ્યુઝિયમ ઈટાલીમાં માઉન્ટ ક્રોનલેટ્સ પર બનેલ એમ.એમ.એમ. કોરોન્સ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમ સમુદ્ર તટથી ૨,૨૭૫ મીટરની ઊંચાઈ પર આવેલ છે. જેનો થોડો ભાગ પહાડની અંદર આવેલ છે.
આ મ્યુઝિયમના માલિક રેન્હોલ્ડ મેસ્નર છે, જે પર્વતારોહી છે. તેમનું કહેવું છે કે આ મ્યુઝિયમએ સાબિત કરે છે કે જયારે એક પર્વતારોહી પહાડને મળે છે ત્યારે શુ શુ થાય છે. ઉપરાંત આ પહેલા પણ રેન્હોલ્ડ મેસ્નર આવા જ ૫ મ્યુઝિયમ બનાવી ચુક્યા છે.