તમે દુનિયામાં ઘણા વિચિત્ર બ્રિજ જોયા હશે પરંતુ જાપાનમાં બનેલો આ બ્રિજ જોઈ તમે આશ્ચર્યચકિત થઈ જશો. ફોટામાં આ બ્રિજ જેટલો મુશ્કેલ દેખાઈ રહ્યો છે, તેના પર ગાડી ચલાવવી તેટલી જ મુશ્કેલ છે. અશિમા ઓહાશી નામનો આ બ્રિજ નાકાઉમી નદી પર બનેલો છે, જે માત્સુ અને સાકાઈમિનાટો શહેરને પરસ્પર જોડે છે. આ બ્રિજને સીધો ઉભો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે જેથી નદીમાં જહાજને બ્રિજની નીચેથી જવા માટે સમસ્યાઓનો સામનો ના કરવો પડે.
આ બ્રિજ દુનિયાનો ત્રીજો સૌથી મોટો બ્રિજ માનવામાં આવે છે. બે લેનમાં કોન્ક્રીટ રોડ વાળો આ બ્રિજ ૧.૭ કિમી લાંબો છે અને તેની પહોળાઈ ૧૧.૪ મીટર છે. વિચિત્ર આકારના આ પુલના ૬.૧ ટકા ઢોળાવ શિમાને પ્રાંતની તરફ અને ૫.૧ ટકા ઢોળાવ ટોટરી પ્રાંતની તરફ છે. આ કારણે બ્રિજ રોલરકોસ્ટર જેવો દેખાય છે. આ બ્રિજની ખાસિયત જોઈ તાજેતરમાં દેહાત્સુ મોટર કંપનીએ પોતાની ટેન્ટો મિનીવાનની જાહેરાતમાં તેનો ઉલ્લેખ કર્યો છે. તેમાં પોલીસ દ્ધારા ગાડીની સ્થિરતાની તપાસની વાત કહી છે.
અશિમા ઓહાશી બ્રિજ, જાપાન
કૈનોપી બ્રિજ, સાઉથ આફ્રિકા
સાઉથ આફ્રિકાના ઘાનામાં કાકુમ નેશનલ પાર્કમાં બનેલો કૈનોપી નામનો બ્રિજ જોઇને ડરામણો લાગી રહ્યો છે. આ બ્રિજ પરથી પસાર થનાર લોકોને જંગલમાં ફરતા લુપ્ત પ્રાણીઓ સરળતાથી જોવા મળે છે.
લાંઘવી સ્કાઈ બ્રિજ, મલેશિયા
મલેશિયામાં આવેલ લાંઘવી સ્કાઈ બ્રિજ સમુદ્રની સપાટીથી ૭૦૦ મીટર ઉંચો છે. તેને વર્ષ ૨૦૦૪માં લોકો માટે ખોલવામાં આવ્યો હતો પરંતુ, કેટલાક કારણોસર તેને ૨૦૧૪માં બંદ કરી દેવામાં આવ્યો હતો.
વિટિમ રિવર બ્રિજ, રશિયા
રશિયાનો વિટિમ રિવર બ્રિજ આજ સુધી અમુક લોકોએ આ બ્રિજને પાર કરવાની હિંમત કરી છે. તે એટલો વધારે પહોળો છે કે તેના પરથી કાર પણ જઈ શકે છે. પરંતુ આ બ્રિજ પર કોઈ રેલિંગ નથી.
ઓગીલ ડુ મિદી બ્રિજ
ફ્રાન્સમાં બનેલો ઓગીલ ડુ મિદી બ્રિજ નાનો છે પરંતુ તેના પર પહોચવા માટે ૯૨૦૦ ફીટની ઊંચાઈની કેબલ કાર લેવી પડે છે.
રોયલ જ્યોર્જ બ્રિજ, અમેરિકા
અમેરિકામાં બનેલો રોયલ જ્યોર્જ બ્રિજ દુનિયાનો સૌથી ખતરનાક બ્રિજ છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર