જીવન એ કુદરતે આપેલ અણમોલ ભેટ છે, જેણે ખુશીઓથી સુખ-દુઃખ સાથે જીવી લેવી!

always

આ એક એવી અંધ છોકરી ની વાર્તા છે જે પોતાને ખુબજ નફરત કરતી હતી કારણકે તે દુનિયા જોઈ શકે તેમ ન હતી. તે લગભગ દરેક ને નફરત કરતી હતી ફક્ત તેના બોયફ્રેન્ડ ને છોડીને.  તેણીનો બોયફ્રેન્ડ હમેશા તેની સાથે રહેતો હતો અને તેની મદદ કરતો હતો. તે તેણીને ખુબજ ચાહતો હતો. અને તેણી કહેતી જો તે જોઈ શકે તો તેણી તેના બોયફ્રેન્ડ સાથે પરણવા ઈચ્છે છે.

એક દિવસ તેણીને કોઈએ આંખો દાન માં આપી અને તેનું ઓપરેશન થયું અને આંખો પરની પટ્ટી ખોલવાનો સમય આવી ગયો અને…હવે તે અંધ છોકરી અંધ નહોતી રહી. હવે તે આ સુંદર દુનિયા પોતાની આંખે જોઈ શકતી હતી. તેના બોયફ્રેન્ડ ને પણ… અને તેના બોયફ્રેન્ડે તેને પૂછ્યું કે હવે તું બધું જોઈ શકે છે તો શું તું મારી સાથે લગ્ન કરીશ?

છોકરી એ જોઇને સ્તબ્ધ થઇ ગઈ કે તેનો બોયફ્રેન્ડ પણ આંધળો છે. અને એ જોઇને છોકરીએ તેના બોયફ્રેન્ડ નો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તેનો બોયફ્રેન્ડે આંસુ સાથે ત્યાંથી વિદાય લીધી, અને થોડા દિવસો પછી તેણીને એક પત્ર લખ્યો:

“મારી આંખોને સંભાળીને રાખજે…”

આ વાર્તાની જેમજ માણસો ના વિચારો પણ તેના સ્ટેટસ ની સાથે ફરે છે. માત્ર થોડા લોકો જ યાદ રાખે છે કે તેમના જીવનમાં પહેલાનો સમય કેવો હતો, અને તેના સૌથી ખરાબ સમયમાં પણ તેની સાથે કોણ હતું.

aogb_summer-girl-hands-heart-love-mood-hd-wallpaper

જીવન એક અમુલ્ય ભેટ છે…

* આજે જયારે તમે કડવા વેણ બોલવાનું વિચારો તે પહેલા એ લોકો વિશે વિચારો જે બોલી નથી શકતા…

* જયારે તમે તમારા પતિ કે પત્ની માટે ફરિયાદ કરો તે પહેલા  એ લોકો વિશે વિચારો જે હમેશા જીવનસાથી મેળવવા માટે પ્રાર્થના કરતા હોય છે…

* જયારે તમે તમારા બાળકો વિશે ફરિયાદ કરો તે પહેલા  એ લોકો વિશે વિચારો જેઓ એક બાળક માટે કેટલીય માનતાઓ રાખે છે…

* જયારે તમે તમારા નાના ઘર માટે ફરિયાદ કરો તે પહેલા એ લોકો વિશે વિચારો જેઓ શેરીઓમાં રહે છે…

* જયારે તમે હતાશ કે નિરાશ થઇ જાઓ ત્યારે તમારા ચહેરા પર સ્માઈલ લાવો અને ભગવાનનો ઉપકાર માનો કે હજુ તમે જીવો છો અને હરીફરી શકો છો…

* જીવન એક અમુલ્ય ભેટ છે – જેને જીવી લો…, માણી લો…, ઉજવી લો…, ખુશીઓથી ભરી દો…

Comments

comments


11,000 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 8