* તેના પર વિશ્વાસ મુકો જે જોઈ શકે છે: તમારી હસી પાછળનું તમારું દુ:ખ, તમારા ગુસ્સા પાછળનો પ્રેમ અને તમારા મૌન નું કારણ.
* જયારે તમારો સમય સારો હોય છે ત્યારે તમારી ભૂલ પણ રમતમાં લેવામાં આવે છે અને જયારે તમારો સમય સારો નથી હોતો ત્યારે તમારી રમત પણ ભૂલ તરીકે જોવામાં આવે છે.
* યાદ રાખો: દુનિયામાં તમને કોઈ સમજી નહિ શકે.. પરંતુ તેઓનો અભાર માનવો જોઈએ જેમને તમને સમજવાની કોશિશ તો કરી છે.
* જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
* અરીસો મારો શ્રેષ્ઠ મિત્ર છે, કારણ કે જ્યારે હું રડું છું ત્યારે એ ક્યારેય હસતો નથી..!!
* શાંતિ મનને આરામ આપે છે. મન શરીરને આરામ આપે છે. ઘણીવાર આરામરૂપી દવાની જ માત્ર જરૂર હોય છે
* એક વાત દરેકે યાદ રાખવી જોઈએ કે અસફળતા પોતાના આંચલમાં સફળતાનાં ફૂલ લઈને જ આવે છે.
* તમારા મોંમા શું જાય છે તે મહત્વનું નથી પણ તમારા મોમાંથી શું નીકળે છે (શબ્દો) તે મહત્વનું છે.
* જયારે કોઈ યાદ આવે છે ત્યારે આંસુ નથી આવતા, પરંતુ આંસુ ત્યારે આવે છે જયારે કોઈની યાદ ન આવે તેવું આપણે ઇચ્છીએ છીએ.
* આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત જ છે.
* જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે.