જિયોની એ લોન્ચ કર્યો પહેલો ‘મેડ ઇન ઇન્ડિયા’ સ્માર્ટફોન

gionee lunched smartphone f103 4g

ચીનની મોબાઇલ ફોન કંપની જિયોનીએ ભારતમાં બનેલ પોતાનો પહેલો સ્માર્ટફોન ‘એફ૧૦૩’ ને આજે લોન્ચ કર્યો છે. આની સાથે જ કંપનીએ મેન્યુફેક્ચરિંગ ની યોજના હેઠળ ૩૦૦ કરોડ રૂપિયાના મૂડીરોકાણ ની પણ ઘોષણા કરી છે.

વિશાખાપટ્ટનમ માં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં જિયોની ઇન્ડિયાના સીઇઓ અરવિંદ વોહરા તથા જિયોનીના પ્રમુખ વિલીયમ લુ એ આ ફોન રજૂ કર્યો છે. કંપની માટે આ ફોન ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરર્સ ફોક્સકોનને શ્રીસીટી માં બનાવ્યો છે.

અરવિંદ વોહરાએ જણાવ્યું કે કંપનીનો આ મેક ઇન ઇન્ડિયાની પહેલ ભારતની પ્રતિબદ્ધતાનું એક ઉદાહરણ છે. કંપની ૨૦૧૫-૧૬ માં વેચાણ બમણું કરવાના લક્ષ્યમાં ચાલી રહી છે. F103 માં ૧.૩ ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર છે. આમાં ૨ GBની રેમ છે. આ ૪G ફોન છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ આયાત કરેલું ‘F103’ પહેલાથી જ વેચી રહેલી હતી, પરતું હવે તે મેડ ઇન ઇન્ડિયાનું આવૃત્તિ વેચાણ કરશે. આ ફોનની કીમત ૯,૯૯૯ રૂપીયા છે.

gionee lunched smartphone f103 4g

કંપનીએ જણાવ્યું કે આગલા વર્ષ માર્ચથી ભારતમાં વેચાણના બધા ૪G સ્માર્ટફોન અહી જ બનશે. મુખ્યમંત્રી નાયડુએ આ પ્રસંગે કંપનીને રાજ્ય સરકારની તરફ થી બધી શક્ય મદદ માટેની ખાતરી આપી.

Comments

comments


8,539 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 5 =