કિંમત 6,999 માં જિઓનીએ લૉન્ચ કર્યો Pioneer P2M

Gionee Pioneer P2M new smartphones launch, cost 6,999

ચીનની સ્માર્ટફોન મેકર કંપની Gioneeએ પોતાના નવા સ્માર્ટફોન Pioneer P2Mને 6,999 રૂપિયાની કિંમતમાં ભારતીય માર્કેટમાં લૉન્ચ કરી દીધો છે. પણ તેની ઉપલબ્ધતા વિશે કંપનીએ કોઇ જ માહિતી આપી નથી.

Pioneer P2M સ્માર્ટફોન ડ્યુલ સીમને સપોર્ટ કરે છે અને તેની ડિસ્પ્લે 4 ઇંચની છે. આ ફોન એન્ડ્રોઇડની 5.1 લૉલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનના પાવરની વાત કરીએ તો ફોનમાં 1.3 GHzનું ક્વાડ કોર પ્રોસેસર આપ્યું છે. તેની સાથે કંપનીએ 1 GB રેમ પણ આપી છે. Pioneer P2M માં કંપનીએ 16 GB ઇન્ટરનલ મેમરી આપી છે. માઇક્રો એસડી સ્લોટની મદદથી મેમરી વધારી શકાય છે.

Gionee Pioneer P2M new smartphones launch, cost 6,999

આ ફોનમાં કંપનીએ 5 મેગાપિક્સલનો રિયર કેમેરો આપ્યો છે. તેની સાથે LED ફ્લેશ પણ આપ્યો છે. તો બીજીતરફ 2 MP સેલ્ફી કેમેરો આપ્યો છે. કનેક્ટિવીટી માટે ફોનમાં 3G, બ્લૂટૂથ, વાઇ-ફાઇ, GPS અને USB-OTG જેવા દમદાર ઓપ્શન આપ્યા છે. ફોનમાં 3000 mAh પાવરની બેટરી આપવામાં આવી છે પણ કંપનીએ સ્ટેન્ડબાય ટાઇમ અને ટૉકટાઇમ વિશે કોઇ જ માહિતી આપી નથી.

આ સ્માર્ટફોન 4જી નેટવર્કને સપોર્ટ નથી કરતો, આજ કિંમતે માર્કેટમાં મળનારા શ્યાઓમી રેડમી 2 અને મોટો E (Gen 2) જેવા સ્માર્ટફોન 4G નેટવર્કને સપોર્ટ કરે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,523 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>