સામગ્રી
* ૫ ટેબલ સ્પૂન મગની દાળ,
* ૫ ટેબલ સ્પૂન તુવેરની દાળ,
* ૫ ટેબલ સ્પૂન મસુરની દાળ,
* ૨ કપ પાણી,
* ૧ ટેબલ સ્પૂન ઓઈલ,
* ૧/૨ ટેબલ સ્પૂન રાઈ,
* ૧/૨ ટેબલ સ્પૂન આખુજીરું,
* ૫ થી ૬ લીંબડાના પાન,
* ૧/૪ ટેબલ સ્પૂન હિંગ,
* ૧/૨ કપ સમારેલ ડુંગળી,
* ૧/૨ કપ સમારેલ ટામેટાં,
૧/૨ ટેબલ સ્પૂન હળદર,
૧/૨ ટેબલ સ્પૂન લાલ મરચું,
૨ ટેબલ સ્પૂન આદું-મરચાંની પેસ્ટ,
૧/૨ ટેબલ સ્પૂન લસણની પેસ્ટ,
૧ કપ ઉકાળેલા અને સમારેલા મિક્સ વેજીટેબલ,
૨ કપ પાણી,
સ્વાદાનુસાર મીઠું,
૨ ટેબલ સ્પૂન સમારેલ કોથમીર.
રીત
કુકરમાં મગની દાળ, તુવેર દાળ અને મસુર દાળ નાખી, પાણી નાખી મિક્સ કરી ૩ વ્હીસલ વગાડવી. વ્હીસલ વાગ્યા બાદ કુકર ખોલીને ગરમાગરમ દાળને મેશ કરી દેવી.
હવે એક નોનસ્ટીક પેનમાં તેલ ગરમ થાય એટલે રાઈ, આખુજીરું, ૫ થી ૬ લીંબડાના પાન, હિંગ અને સમારેલ ડુંગળી નાખીને એક થી બે મિનીટ સુધી સાંતડવા દેવું. ત્યારબાદ આમાં સમારેલ ટામેટાં નાખીને એકાદ બે મિનીટ સુધી કુક થવા દેવા. પછી આ મિશ્રણમાં હળદર, લાલ મરચું, આદું-મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ નાખીને એક મિનીટ સુધી આ મિશ્રણ હલાવવું જેથી બધા મસાલાઓ બરાબર મળી જાય.
હવે આમાં ઉકાળેલા અને સમારેલા મિક્સ વેજીટેબલ (ગાજર, ફ્લાવર અને ફ્રેંચ બીન્સ) નાખીને ફરીવાર એક મિનીટ સુધી કુક થવા દેવું. ત્યારબાદ આ મિશ્રણમાં કુકરમાં બાફેલી દાળ નાખવી અને ૨ કપ પાણી નાખવું. હવે સ્વાદાનુસાર મીઠું નાખી મિશ્રણને બરાબર હલાવી બે થી ત્રણ મિનીટ સુધી કુક થવા દેવું. આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો તૈયાર છે સબ્જી દાળ. ગાર્નીશ કરવા માટે સમારેલ કોથમીર નાખવી.