જાણો… ૫૦૦-૧૦૦૦ ની નોટોમાં બદલાવ અંગે સમગ્ર જરૂરી વાતો

New-2000-and-500-Rs-Note-in-India

વડાપ્રધાન મોદી એ મંગળવારના દિવસે અડધી રાત્રીએ ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો પર પ્રતિબંધ લગાવતા સમગ્ર દેશમાં સન્નાટો છવાઈ ગયો. મોદીજી એ આ દિવસે દૂરદર્શન ના કોન્ફરન્સ માં કાળા નાણાને અને ભ્રષ્ટાચારને રોકવા આ સ્ટેપ ઉઠાવ્યો હોય તેવું જણાવ્યું હતું.

મોદીજીનું માનવું છે કે તેમના આ સ્ટેપથી દેશમાં ભ્રષ્ટાચાર નો અંત આવશે. જે લોકો ટેક્સ નથી ભરતા અને જેમની પાસે કાળુનાણું છે તેમને આમાં નુકશાની જ છે. જયારે સામાન્ય જનતા માટે મોદીજી ની આ નીતિ ફાયદેકારક સાબિત થશે.

નોટ બદલાવવાને કારણે લોકોએ ગભરાવવાની જરૂર નથી. કારણકે તેમની રાશી જેટલી હશે તેટલી જ રહેશે. મોદીજીનું કહેવું છે કે ૫૦૦-૧૦૦૦ ની નોટો બદલાશે અને નવી નોટો રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડશે. પાંચસો ની નોટ બદલાશે અને હજારની નોટની જગ્યાએ ૨૦૦૦ ની નવી નોટ આવશે.

તમે ૧૦ નવેમ્બર એટલેજે આજથી લઈને ૩૦ ડીસેમ્બર સુધી પોતાની પાસે પડેલ તમામ ૫૦૦-૧૦૦૦ ની નોટોને બેંક અને પોસ્ટ ઓફીસમાં બદલાવી શકો છો. જો પોતાની નોટો તમે ન બદલાવો તો તે હંમેશાંને માટે માત્ર કાગળ બનીને રહી જશે. તેથી નજીકની બેંક અને પોસ્ટ ઓફીસમાં અવશ્ય જવું.

 જરૂરી વાતો 

fighting-black-money

*  ચેક, ડેબીટ, ક્રેડીટ કાર્ડની લેવડ દેવડ પર કોઈ અસર નહિ થાય.

*  જેમણી પાસે બેંકમાં ખાતું નથી તેઓ પોતાની ૫૦૦-૧૦૦૦ ની નોટોને લાઈસન્સ, પાનકાર્ડ, NREGA કાર્ડ, પાનકાર્ડ, વોટીંગ કાર્ડ કે આધાર કાર્ડ ઉપરાંત કોઇપણ ID પ્રૂફ મારફતે બેંક, પોસ્ટ ઓફીસમાં જઈને બદલાવી શકે છે.

*  ૧૧ નવેમ્બર સુધી જૂની નોટોથી તમે રેલ્વે, એરપોર્ટ અને સરકારી બસોથી ટીકીટ ખરીદી શકો છો.

*  ATM મશીન ૧૦ તારીખે પણ બંધ રહેશે.

*  તમે એક દિવસમાં ૪૦૦૦ રૂપિયા સુધીની ૫૦૦-૧૦૦૦ રૂપિયાની નોટોને નાની નોટોમાં બદલી શકો છો. એટલેકે ૧૦ થી ૨૪ નવેમ્બર વચ્ચે તમે ફક્ત ૬૦,૦૦૦ રૂપિયાની નોટ જ એક્સચેન્જ કરાવી શકો છો.

*  કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું કે ૫૦૦ અને ૧૦૦૦ ના ૨.૫ લાખ રુપીયાથી વધારાની નોટો આપવાથી ટેક્સ લાગુ કરવામાં આવશે. જો તમે આના કરતા વધારે રાશી જમા કરવો તો તમારી ઘોષિત કમાણીથી પૈસા મેળ ન ખાય તો તમારે ટેક્સ સિવાય પણ ૨૦૦ ટકા ફાઇન (દંડ) ભરવો પડશે.

*  ૧૦ નવેમ્બર પછી તમે પ્રતિદિન ATM ના કાર્ડ દ્વારા ૨૦૦૦ રૂપિયા જ કાઢી શકશો. આના પછી થોડા દિવસો બાદ સીમા વધારી સરકાર ૪૦૦૦ કરશે.

*  ૧૧ નવેમ્બર સુધી લોકો સરકારી દવાખાનામાં જૂની નોટો વાપરી શકશે. આ ઉપરાંત પેટ્રોલપંપ પર પણ જૂની નોટો ૧૧ નવેમ્બર સુધી ચાલશે.

*  જયારે તમે નોટ બદલાવવા જશો ત્યારે તમારે એક ફોર્મ ભરવું પડશે, જે સામાન્ય હોવાથી તમને આવડશે.  જો તમે ભારતીય નહિ અને NRI હોવ તો કોઈ સબંધી ને પૈસા આપી ID પ્રૂફની મદદથી પૈસા બદલાવી શકો છો.

*  જો ૩૦ ડીસેમ્બર સુધી પણ તમે તમારી નોટો જમા નથી કરાવી શક્યા તો પણ ગભરાવવાની જરૂર નથી. આનો પણ એક ઉપાય છે. તમે આરબીઆર (રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) ના અધિકૃત કાર્યાલયમાં પોતાનો આઈડી કાર્ડ આપી એક ઘોષણાપત્ર ભરીને ૩૧ માર્ચ ૨૦૧૭ સુધી આવી જૂની નોટો બદલાવી શકો છો.

આ છે ૫૦૦-૨૦૦૦ ની નોટો ની નવી ડીઝાઇન 

New-500-Rs-Note-Features

2000-note

નવી નોટોની ડીઝાઇન પણ દિલચસ્પ છે. આને જયારે તમે હાથમાં સ્પર્શ કરશો ત્યારે ડોલર જેવી લાગશે. ૨૦૦૦ ની નોટમાં ઘણી બધી ખાસિયતો જાહેર કરવામાં આવી છે જેમકે…

*  ૨૦૦૦ ની નવી નોટમાં બે અંક હિન્દીના અંકમાં લખાયેલ છે.

*  ૨૦૦૦ ની નવી નોટમાં આગળની તરફ રીઝર્વ બેંકનો વજન લખેલ હશે.

*  ૨૦૦૦ ની નવી નોટમાં આગળની તરફ અશોક સ્તંભ બનેલ હશે.

૫૦૦-૨૦૦૦ ની નવી નોટોથી થતો ફાયદો

500-and-2000-notes_1d953344-a6ba-11e6-b6db-fc3e04d5bb2c

જાણકારોનું માનવું છે નોટ બદલાય છે તેથી ગરીબ, માધ્યમ વર્ગ અને નોકરી કરતા લોકોને ફાયદો થશે. આના કારણે રીયલ એસ્ટેટની કીંમત ઘટશે અને ઉચ્ચ શિક્ષા પણ સામાન્ય લોકોના દાયરામાં રહેશે. બ્લેક મની ને વાઈટ ઇકોનોમિના દાયરામાં લાવવામાં મદદ મળશે.

હાયર એજ્યુકેશન એવો સેક્શન છે જ્યાં લોકો ભ્રષ્ટાચાર ના લિપ્તમાં પોતાની પુંજી લગાવે છે. આનાથી ઉંચ્ચ શિક્ષા સામાન્ય લોકો સુધી પહોચી શકશે. આ ઉપરાંત મોંધવારી પર પણ નિયંત્રણ મુકવામાં આવશે.

નરેન્દ્ર મોદી એ દૂરદર્શનના કોન્ફરન્સમાં કરેલી વાતો 

https://www.youtube.com/watch?v=EZX5d5nZBng

સોશિયલ મીડિયામાં શેર થયા ફની ફોટોસ 

લોકોએ જૂની આ નોટોના જોક્સ પણ બનાવ્યા હતા. જે હાલમાં સોશિયલ મીડિયામાં ધડાધડ શેર પણ થાય છે. લોકોએ નોટોને એવી રીતે યુઝ કરી કે તે જોઈ ચોક્કસ બધાને હસવું આવે. તમે પણ જુઓ :-

2016 - 1

2016-11-08-PHOTO-00005333-700x525

996

Jokes-on-RS-1000-2000-500-Notes3

maxresdefault

500-Rupee-Note-Jokes

hold-fries

vijjay-malya-500-1000-ban

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,861 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>