જો તમે ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ હોય તો તમને સ્કાઇપ મેસેન્જર વિષે ચોક્કસ ખબર જ હશે. સ્કાઇપ ને વોટ્સએપ જેવું જ સારું એવું મેસેન્જર માનવામાં આવે છે. લગભગ ૧૦-૧૨ વર્ષ પહેલા ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને સ્કાઇપ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ ઉપલબ્ધ ન હતી.
ત્યારે લોકો ઈમેઈલ મોકલીને કે પોસ્ટ ઓફીસથી કામ ચલાવતા હતા. જોકે જેમ જમાનો બદલાતો ગયો તેમ તેમ લોકો મોર્ડન બન્યા અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ બનાવી ઉપયોગ કરવા લાગ્યા. જેથી લોકો એકબીજાથી અપડેટેડ રહે.
આના પહેલા અમે તમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ વિષે જણાવી ચુક્યા છીએ તેથી આજની આ પોસ્ટમાં સ્કાઇપ વિષે થોડી એવી જાણકારી આપશું.
* સ્કાઇપ એક સોફ્ટવેર એપ્લીકેશન છે જે પોતાના યુઝર્સને વોઈસ કોલ, ચેટીંગ અને વિડીયો કોલ વગેરેની સુવિધા આપે છે.
* આમાં તમે ફાઈલ્સ, ફોટોસ, વિડિયોઝ કે ટેક્સ્ટ નું આદાનપ્રદાન કરી શકો છો.
* સમય સમય પ્રમાણે આમાં અલગ ફીચર્સ જોડવામાં આવે છે. જેમકે લગભગ ૨ વર્ષ પહેલા આમાં ‘સ્કાઇપ ટ્રાન્સલેટર’ જોડવામાં આવ્યું છે. જે તમારી દરેક વાતોનો રેકોર્ડ રાખે છે.
* પ્રત્યેક સેકંડમાં લગભગ ૧૯૦૦ સ્કાઇપ કોલ કરવામાં આવે છે.
* સ્કાઇપ માં તમે ફ્રી માં એકાઉન્ટ અને ચેટીંગ કરી શકો છો. બસ, આના માટે ઈન્ટરનેટ કનેક્શન હોવું જરુરી છે.
* સ્કાઇપ ને ૧૦ મે ૨૦૧૧માં માઈક્રોસોફ્ટ એ ખરીદ્યું હતું. માઈક્રોસોફટે આને ૮.૫ બિલિયન યુએસ ડોલરમાં ખરીદ્યું હતું.
* સ્કાઇપ ને બનાવનાર વ્યક્તિનું નામ પ્રીટ કૈસેસલુ અને જાન ટોલીન છે, જે એસ્ટોનીયા દેશના ડેવલોપરો હતા. તેમણે સ્કાઇપ નું ૨૯ ઓગસ્ટ ૨૦૦૩ માં સૌપ્રથમ બીટા વર્ઝન લોન્ચ કર્યું હતું.
* સ્કાઇપ નું હેડક્વાર્ટર લગ્ઝેમ્બર્ગમાં આવેલ છે અને તેની ઓફીસો સ્ટોકહોમ, લંડન અને સૈન જોસ, કેલીફોર્નીયામાં પણ આવેલ છે.
* સ્કાઇપ નોકિયા N800 (Nokia N800) અને નોકિયા N810 (Nokia N810) ના ઇન્ટરનેટ ટેબલેટ્સ માટે પણ ઉપલબ્ધ છે.