જાણો, સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘અકીરા’ ક્યારે થશે રીલીઝ

sonakshi_640x480_41451996161

સોનાક્ષી સિંહાની અપકમિંગ ફિલ્મ ‘અકીરા’ ક્યારે રિલિઝ થશે તે અંગે મીડિયામાં અટકળો ચાલતી હતી. પણ હવે તેની ડેટ અંગે ખુલાસો થયો છે.

સોનાક્ષી સિંહા એ આ ફિલ્મની જાણકારી ટ્વીટરમાં આપી હતી. તેને જણાવ્યું કે, ‘હું આ એક્શન થ્રીલર ફિલ્મ માટે ખુબજ ઉત્સુક છું. ફિલ્મ અકીરા ૨૩ સપ્ટેમ્બરે રીલીઝ થશે. અમે એ.આર મુરુગાડોસ ગજની અને હોલીડે પછીની આ એક્શન થ્રીલર ફિલ્મ અકીરા લઈને આવી રહ્યા છીએ’.

આ ફિલ્મ માં સોનાક્ષી એક્શન સીન્સ કરતી જોવા મળશે. તેણીએ આ ફિલ્મ માટે સ્પેશ્યલ માર્શલ આર્ટની ટ્રેનીંગ પણ લીધી હતી.

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘અકીરા’ એ ૨૦૧૧માં આવેલ તમિલ ફિલ્મ ‘મોંનગુરુ’ ની હિન્દી રિમેક છે. એ.આર મુરુગાડોસની સાથે સોનાક્ષીએ હોલીડે ફિલ્મ કરી હતી તેથી આ તેની મુરુગાડોસ સાથે બીજી ફિલ્મ છે.

આ ફિલ્મ માં સોનાક્ષીના પિતા શત્રુધ્ન સિંહા પણ જોવા મળશે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની પર બનેલ બાયોપિક ફિલ્મ ‘ધોની: ધ અનટોલ્ડ લવ સ્ટોરી’ રીલીઝ થશે. તો જોવાનું રહ્યું કે દર્શકો કઈ ફિલ્મને વધારે સપોર્ટ કરશે, કઈ ફિલ્મને વધારે રિસ્પોન્સ મળશે.

Comments

comments


4,852 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


8 − 3 =