જાણો, સૈફ અલી ખાન અને કરીના એ પોતાના બાળકનું શું નામ રાખ્યું?

kareena-kapoor-khan-saif-ali-khan-pic-01

કરીના કપૂર ખાન ઘણા સમય થી બોલીવુડમાં પોતાની પ્રેગનન્સી ને કારણે ચર્ચામાં રહી છે. જેમ જેમ તેની પ્રેગનન્સી નો સમય નજીક આવતો ગયો તેમ તેમ સોશિયલ મીડિયામાં તેમના ફેંસ એવું પણ જાણવા ઉત્સુક થયા કે તેને છોકરો આવશે કે છોકરી.

જોકે, હવે બધી ખબરો પણ વિરામ લગાવવામાં આવ્યો છે. મંગળવારે કરીના એ સ્વસ્થ બાળક ને જન્મ આપ્યો. કરીનાએ મંગળવાર ની સવારે ૭:૩૦ વાગ્યે મુંબઈ સ્થિત બીચ કેંડી હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો.

હવે કરીના કપૂર અને સૈફ અલી ખાનના ફેંસ જાણવા ઉતાવળા થઇ રહ્યા છે કે તેના છોકરા નું નામ શું રાખવામાં આવ્યું છે? એવામાં ડાઈરેક્ટર કરન જોહરે સોશિયલ મીડિયા સાઈટ ટ્વીટરમાં કપલ સાફિના ના પુત્રનું નામ નવાબ ‘તૈમુર અલી ખાન પટૌડી’ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કપલ સાફિના એ હજુસુધી પોતાના બાળકનું નામ નથી જણાવ્યુ, પણ કરને જણાવી દીધું છે. સૈફ અને કરીના ના ફેંસ એ પણ જાણવા માંગતા હતા કે તેમના બાળકનો ઘર્મ હિંદુ કે મુસ્લીમ માંથી કયો રહેશે.

જણાવી દઈએ કે તેમના છોકરાનું નામ શુદ્ધ ઇસ્લામિક રાખવામાં આયુ છે. પોતાના બાળકનું નામ સેલિબ્રિટી ને ખબર પડતા જ તેમને સોશિયલ મીડિયામાં શુભેચ્છાઓ આપવાનું શરુ કરી દીધું છે. સૈફ અને કરીના ૨૦૧૨માં લગ્નગ્રંથિ એ જોડાયા હતા. કરીનાની અપકમિંગ ફિલ્મ ‘વિરે દી વેડિંગ’ છે જેમાં તે એક પ્રેગ્નેટ મહિલા નો રોલ કરી રહી છે.

Comments

comments


6,403 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


5 + = 9