ભારતના ગુજરાત રાજ્યના સુરત શહેરમાં ડુમ્મસ બીચ આવેલ છે. કાળી રેતી માટે ડુમ્મસ ફેમસ છે. આ સુરતની દક્ષિણ-પશ્ચિમથી લગભગ 18 કિમીના અંતરે આવેલ છે. આ પર્યટન સ્થળે લોકો આનંદ લેવા અને પ્રકૃતિની વચ્ચે રહેવા માટે આવે છે.
અરબી સમુદ્રથી જોડાયેલ આ બીચ સુરત શહેરથી 21 કિલોમીટરના અંતરે છે. અહીની રેતી સફેદ નથી પણ કાળી છે. આ બીચનો ઈતિહાસ કોઈ રાજા અને રાણીની પ્રેમ કથા સાથે જોડાયેલ નથી. આ સુંદર અને રમણીય બીચની પાસે ગણેશજી નું મંદિર છે. આ દરિયાકિનારે કેટરિંગની સુવિધા પણ અવેઈલેબલ છે, જેમકે ભજીયા, પાવભાજી, ચાઈનીઝ, સ્વીટ કોર્ન અને લોકલ શોપ્સ પણ છે.
વેકેશનમાં પર્યટકો ન્હાવવા અને આનંદ માણવા માટે આ સ્થળે આવે છે. અહી આવનાર પ્રવાસીઓ માટે આ એક holiday પોઈન્ટ પણ છે. અહી દરવર્ષે ઉનાળાની ઋતુ દરમિયાન સેકડો માત્રામાં પર્યટકો આવે છે. Visitors માટે આ એક Popular Place છે.