ડોક્ટર્સ અનુસાર આપણા શરીરમાં ખાનપાન સાથે પાણીની કમી ન રહેવી જોઈએ. આજ રીતે જો તમે સવારે ઉઠીને મીઠાયુક્ત પાણી પીશો તો શરીરના ઘણા બધા રોગો મટે છે. આપણા શરીરમાં અલગ અલગ પ્રકારના પાણી પીવાથી પણ ફાયદાઓ થાય છે.
અમે રીફાઇન્ડ મીઠાની વાત નથી કરતા પણ પ્રાકૃતિક મીઠાની વાત કરીએ છીએ. પ્રાકૃતિક સોલ્ટમાં ભરપૂર માત્રામાં ખનીજ તત્વો મળી આવે છે.
* સારા પાચન માટે લાળ ગ્રંથીનું સક્રિય હોવું જરૂરી છે. જો કાળા મીઠાને પાણીમાં નાખી પીવાથી લાળ ગ્રંથી સક્રિય બને છે. પેટની અંદર પ્રાકૃતિક મીઠું હાઈડ્રોક્લોરિક એસીડ અને પ્રોટીન ને પચાવવા એન્ઝાઈમ ને ઉત્તેજીત કરવા સહાયરૂપ થાય છે. આનાથી તમે સરળતાથી ભોજન પચાવી શકો છો.
* આનાથી તમારી પ્રતિરોધક ક્ષમતા વધે છે. રક્તમાં શર્કરાની માત્રા વધે છે. સાથે જ આ મેટાબોલીઝ્મને પણ ઠીક કરે છે.
* મીઠું, કોર્ટીસોલ અને અદ્રનલાઈન જેવા બે ખતરનાક સટ્રેસ હર્મોંસને ઘટાડે છે. તેથી આનાથી તમને ઉન્ધ સારી આવશે.
* નવશેકા પાણીમાં કાળુ મીઠું મેળવીને પીવાથી પેટની સમસ્યા દુર થાય છે. આનાથી લીવરમાં એન્ઝાઈમ ઠીક રહે છે.
* મીઠા યુક્ત પાણી પીવાથી તમને ટેન્શન થી છુટકારો મળશે.