હૈદરાબાદ માં જન્મેલ સત્ય નાડેલાને કોણ નથી જાણતું,. તેઓ સક્સેક ની મિસાઈલ છે. જે રીતે સુંદર પીચાઈ ગુગલ ના ભારતમાં પ્રમુખ છે તેવી જ રીતે સત્ય નાડેલા માઈક્રોસોફ્ટના. આજે બધા ભારતીયો ને આમના પર ગર્વ છે. ચાલો જાણીએ સત્ય નાડેલા વિષે ખાસ વાતો….
* સત્ય નાડેલા એ ભારતની મનિપાલ યુનિવર્સીટી માંથી Information Technology ની સ્ટડી કરી. અમેરીકા ગયા બાદ તેમણે Wisconsin University માંથી Master of Science અને Chicago University માંથી MBA ની સ્ટડી પૂર્ણ કરી.
* સત્ય નાડેલા ને ‘કલાઉડ ગુરુ’ પણ કહેવામાં આવે છે. કલાઉડ સેવા એને કહેવાય છે જે ઈન્ટરનેટ પર પૂર્ણ રૂપે ચાલે છે.
* Microsoft ના CEO બનતા પહેલા સત્ય ‘કલાઉડ એન્ટરપ્રાઈઝ’ ના પ્રમુખ હતા. આ ડીપાર્ટમેન્ટ કંપનીના કોમ્પ્યુટર પ્લેટફોર્મ અને ડેવલોપર ઉપકરણો બનાવે અને ચલાવે છે.
* તથ્યો અનુસાર સત્ય નાડેલા અમેરિકામાં સૌથી વધુ સેલેરી લેતા CEO છે. 84.3 મિલીયન ડૉલર અર્થાત 531.09 કરોડ રૂપિયા પગાર લઇ બીજા નંબરના પેઈડ CEO છે. પહેલા નંબર ના પેઈડ CEO ઓરેકલ ના લૈરી એલિસન હતા.
* સત્ય નાડેલા એ ૧૯૯૨માં માં Microsoft કંપની જોઈન કરી અને ૧૯૯૨માં જ બાળપણની સ્કુલ ફ્રેન્ડ અનુપમા નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા. ૨૦૧૪માં તેમણે Microsoft ના કાર્યકારી અધિકારી બનાવવામાં આવ્યા હતા. સત્ય અને અનુપમા ના ત્રણ બાળકો છે. એક છોકરો અને બે છોકરી. સત્ય ની ફેમીલી વોશિંગ્ટન ના બેલેવ્યું નામના શહેરમાં રહે છે.
* ભારતીય સત્ય નાડેલાની ક્રિકેટ પ્રત્યે ખુબ જ દીવાનગી છે. જયારે તેઓ સ્કુલમાં ભણતા હતા ત્યારે ક્રિકેટ તેમના માટે ઝુનુન હતું. તેઓ સ્કુલમાં પણ ક્રિકેટ રમતા હતા.
* સત્ય ની નજીક ના લોકો કહે છે કે તેમણે નવું નવું શીખવાનો ઘણો શોખ છે. સત્ય કહે છે કે, ‘તેઓ જેટલી બુક્સ વાંચવા લે છે તેનાથી વધુ તેઓ બુક્સને ખરીદીને રાખે છે’ તેમનું માનવું છે કે જો આપણે નવી નવી વસ્તુઓ શીખતા ન રહીએ તો નવું કામ ન કરી શકીએ.
* સત્યને કવિતા એટલેકે પોયેમ પણ ખુબ પસંદ છે. માઈક્રોસોફ્ટ ની વેબસાઈટ માં તેમની આદતોની સૂચિમાં કવિતા પણ શામેલ છે.
આ છે CEO બન્યા બાદ સત્ય નું માઈક્રોસોફ્ટ માં સૌથી પહેલું ઈન્ટરવ્યું. જાણો શું કીધું તેમણે પોતાના ફર્સ્ટ ઈન્ટરવ્યું માં….
https://www.youtube.com/watch?v=T8JwNZBJ_wI