બોલીવુડમાં દરવર્ષે 1000 થી વધારે ફિલ્મો બને છે. જેમાંથી કોઈક હિટ થાઈ છે તો કોઈક ફ્લોપ રહે છે. હજારો અને કરોડો રૂપિયાને દરવર્ષે ફિલ્મોમાં ખર્ચવામાં આવે છે. પણ, નામ તો અમુક ફિલ્મોનું જ રહી જાય છે, જે દર્શકોના મનમાં જગ્યા બનાવી લે છે અને સારી કમાણી કરે છે.
ભારતમાં ઘણી બધી એવી ફિલ્મો બને છે જેને બનાવવામાં કરોડો રૂપિયાને ખર્ચવા પડે છે અને આ ફિલ્મો દર્શકોને ખુબ પસંદ આવે છે. તો ચાલો આજે જાણીએ ભારતની 10 સૌથી મોંધી ફિલ્મો વિષે….
કત્થી (તમિલ, 2014)
90 કરોડના બજેટ પર બનેલ આ ફિલ્મ બોક્સ ઓફિક પર જબરદસ્ત હિટ રહી. આ ફિલ્મ માં તમિલના સ્ટાર વિજય મુખ્ય રોલમાં હતા. એ.આર મુરુગાદાસ દ્વારા ડાયરેક્ટ થયેલ આ ફિલ્મમાં નીલ નીતિન મુકેશે પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને ખુબ જલ્દી સલમાન ખાન ની સાથે બનાવવાની ચર્ચા ચાલી રહી છે.
વિશ્વરૂપમ (તમિલ, 2013)
આ ફિલ્મને અભિનેતા કમલ હાસને ડાયરેક્ટ અને પ્રોડ્યુસ કરી છે. આ ઉપરાંત તેઓ આ ફિલ્મમાં મુખ્ય રોલ ભજવતા પણ જોવા મળ્યા. આ ફિલ્મને રીલીઝ કરવા માટે ખુબ મોટો બબાલ થયો. જાસૂસી અને રોમાંચકથી ભરપૂર આ ફિલ્મને સફળતા પ્રાપ્ત થઈ. 95 કરોડની કિંમતે બનેલ આ ફિલ્મનો સેકેન્ડ પાર્ટ ખુબ જલ્દી રીલીઝ કરવામાં આવશે.
આઈ (તમિલ, 2014)
લીગથી અલગ અને સાઈન્સ ફિકશન બનાવનાર ફેમસ ટોલિવૂડ ડિરેક્ટર શંકરે આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં લીડ રોલ સાઉથના સ્ટાર વિક્રમે કર્યો છે. આઈને એક સાથે આખા દેશમાં તમિલ, તેલુગુ અને હિન્દીમાં રીલીઝ કરી. ત્યારબાદ આ મુવીને ચીનમાં પણ રીલીઝ કરી. આ ફિલ્મને કુલ 100 કરોડમાં બનાવવામાં આવી હતી.
ક્રિશ 3 (હિન્દી, 2013)
અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા રાકેશ રોશન ની આ ફિલ્મનું બજેટ 115 કરોડ રૂપિયા હતું. ફિલ્મમાં તેમનો પુત્ર હૃતિક રોશન મુખ્ય રોલમાં હતો. આ ફિલ્મ બોલીવુડમાં ત્રીજા નંબરની સૌથી વધુ ખર્ચા વાળી રહી. આ ફિલ્મમાં હૃતિક રોશન સિવાય વિવેક ઓબેરોય, પ્રિયંકા ચોપડા અને કંગના રાણાવત ની પણ મુખ્ય ભૂમિકા રહી.
પુલી (તમિલ, 2015)
હમણાં જ રીલીઝ થનારી આ ફિલ્મમાં તમિલ અભિનેતા વિજય મુખ્ય રોલમાં છે. 118 કરોડના બજેટમાં બનેલ આ ફિલ્મને ચીમ્બુ દેવેને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં શ્રુતિ હસન અને હંસિકા મોટવાણી પણ મુખ્ય ભૂમિકામાં છે.
કોચાદાઈયા (તમિલ, 2014)
આ ફિલ્મને રજનીકાંતની પુત્રી સૌંદર્યા એ ડાયરેક્ટ કર્યું હતુ. આ ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત અને દીપિકા પાદુકોણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું કુલ બજેટ 125 કરોડ રૂપિયા હતું અને આ સૌથી મોટી એનિમેટેડ ફિલ્મ હતી. જોકે, દર્શકોને આ ફિલ્મ કઈક ખાસ પસંદ નહોતી આવી.
ધૂમ 3 (હિન્દી, 2013)
આમિર ખાનની મુખ્ય ભૂમિકા વાળી આ ફિલ્મે કમાય ના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. યશ રાજ બેનર હેઠળ બનેલ આ ફિલ્મને કુલ 125 કરોડ રૂપિયામાં બનાવવામાં આવી હતી. આ ફિલ્મ ધૂમ સીરીઝની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં આમિર ખાનને ડબલ રોલ નિભાવ્યો છે, જેમાં તેઓ ચોરનું પાત્ર ભજવે છે.
રા.વન (હિન્દી, 2011)
એન્થીરન ની જેમ આ ફિલ્મ પણ એક સાઈન્સ ફિક્શન હતી, જેની મુખ્ય ભૂમિકામાં શાહરૂખ ખાન અને કરીના કપૂર હતા. અનુભવ સિન્હા નિર્દેશિત આ ફિલ્મને બોલીવુડની સૌથી વધારે ખર્ચાળ વાળી ફિલ્મનું મેડલ પ્રાપ્ત થયું છે. આ ફિલ્મને બનાવવાનો કોસ્ટ 125 કરોડ રૂપિયા હતો.
એન્થીરન (રોબોટ તમિલ ફિલ્મ, 2010)
સુપરસ્ટાર રજનીકાન્ત અને ઐશ્વર્યાની ફિલ્મ એન્થીરન પોતાના સમયમાં સૌથી મોંધી ફિલ્મ હતી. આ ફિલ્મને એસ શંકર દ્વારા દિગ્દર્શિત કરવામાં આવ્યું હતું. આ ફિલ્મે સફળતાના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મનુ ટોટલ બજેટ 132 કરોડ હતું. આ ફિલ્મને હિન્દીમાં રોબોટ ના નામે રીલીઝ કરવામાં આવ્યું હતું.
બાહુબલી (તેલુગુ ફિલ્મ, 2015)
સાત ભાષામાં રીલીઝ થનાર આ ફિલ્મ ભારતની સૌથી મોટી ફિલ્મ છે. 250 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ આ ફિલ્મ માં મુખ્ય ભૂમિકા તેલુગુ ફિલ્મના સુપરસ્ટાર પ્રભાસ ભજવે છે. આ ફિલ્મને તેલુગુ, તમિલ, મલયાલમ, હિન્દી, ઇંગલિશ અને ફ્રેન્ચમાં રીલીઝ કરી હતી. વિતરણમાં પણ આ ફિલ્મે બધા રેકોર્ડ તોડ્યા હતા. ફિલ્મમાં 290 મિનિટ હોવાને કારણે આને બે પાર્ટમાં રીલીઝ કરવામાં આવશે.