પેંગ્વિન એક જળીય પ્રાણી છે. આ વિશેષ રૂપે એન્ટાર્કટિકા માં મળી આવે છે. આ કાળા અને સફેદ રંગના વાળ વાળું પક્ષી છે. આ ઠંડા પાણીમાં રહેતું ખુબ જ શાંત પ્રાણી છે. પેંગ્વિન ને પાંખ હોય છે છતાં પણ તે ઉડી નથી શકતું. આ ઉડવાની જગ્યાએ ઘરતી પર ચાલે છે અને ઊંડા પાણીમાં તરે છે.
આ ભોજન તરીકે દરિયાઈ માછલી અને અન્ય સમુદ્રી જીવોને ખાય છે. આના વિષે ઘણી એવી નવી નવી વાતો છે જે અમે તમને જણાવશું.
* પેંગ્વિન માં પાણીમાં તરવાની આવડત જોરદાર હોય છે. આ પાણીમાં લગભગ ૯૦૦ ફૂંટની ઊંડાઈએ સરળતાથી તરી શકે છે.
* પેંગ્વિન ની લગભગ ૧૭ પ્રજાતિઓ મળી આવે છે.
* પેંગ્વિન ક્યારેય પાછળની તરફ નથી તરી શકતું.
* આનામાં મિત્રતા નો ભાવ પણ સારો હોય છે. તેથી એ જ કારણ છે કે આ જીવ ઠંડીથી પોતાનું રક્ષણ કરવા માટે ખભા સાથે ખભો મેળવીને સમૂહમાં ચાલે છે.
* અન્ય પ્રાણી કરતા આનું આયુષ્ય સારું હોય છે. તેઓ લગભગ ૧૫ થી ૨૦ વર્ષ સુધી જીવી શકે છે.
* પેંગ્વિન પાણીમાં લગભગ ૨૦ મિનીટ સુધી શ્વાસમાં રોકી શકવાની ક્ષમતા ઘરાવે છે.
* આ ખુબ શર્મિલા જાનવર હોય છે.
* પેંગ્વિન પાણીની બહાર ૬ ફૂંટ સુધી જંપ મારી શકે છે.
* પેંગ્વિન ઘરતીના South Pole માં રહે છે.
* પેંગ્વિન ની લવ સ્ટોરી પણ માનવીની જેમ જ રોચક હોય છે. આ પોતાના લવ ને પ્રપોઝ કરવા માટે પથ્થર આપે છે. કદાચ તમે આ પહેલી વાર જ સાંભળ્યું હશે. પણ આ સાચું છે. અમે જેંટુ જાતિના પેંગ્વિન ની વાત કરીએ છે. જે પોતાની મનગમતી માદાને પ્રપોસ કરવા પથ્થર આપે છે. પથ્થર ના કારણે નર પેંગ્વિન માં ઘણી વાર ફાઈટીંગ પણ થાય છે. જયારે નર પેંગ્વિન તેની ગમતી પેંગ્વિન તે પથ્થર આપે અને તે લઇને પોતાના માળા માં મુકે તો તે સમજી જાય કે તેણે તેનો પ્રપોઝલ એક્સેપ્ટ કરી લીધો છે. છે ને રસપ્રદ!