* મૈકડોનાલ્ડ ૧૧૯ થી વધારે દેશોમાં ફેલાયેલ રેસ્ટોરન્ટ છે. દુનિયાભરમાં આના ૩૧,૦૦૦ થી વધારે રેસ્ટોરન્ટ છે. કંપનીનો દાવો છે કે તેને આખા દિવસમાં ૫૮૦ લાખ ગ્રાહકોને પોતાની સેવાઓ પૂરી પાડવી છે.
* સમગ્ર વિશ્વમાં મૈકડોનાલ્ડના કુલ ૩૫,૪૨૯ રેસ્ટોરન્ટ છે.
* રીચર્ડ અને મોરીસ એમના બે ભાઈઓ એ મળીને આ કંપની ૧૯૪૦માં સ્થાપિત કરી હતી.
* અન્ય ફૂડ કંપનીની જેમ જ મૈકડોનાલ્ડ પણ ઘણીવાર મુસીબત માં ફસાયેલ છે. જેમકે ક્યારેક મૈકડોનાલ્ડના ફૂડમાંથી દાંત, પ્લાસ્ટિકના ટુકડા અને ઘણી વસ્તુઓ નીકળી છે. જોકે, કંપનીએ આના માટે લોકો સામે માફી પણ માંગી છે.
* જાપાનમાં મૈકડોનાલ્ડ ખુબ જ પ્રખ્યાત છે. ફક્ત જાપાનમાં જ આના ૩ હજાર કરતા વધારે રેસ્ટોરન્ટ છે.
* મૈકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં મુખ્યત્વે હેમબર્ગર, ફ્રેંચ ફ્રાઈસ, કોક, શેક અને ડેઝર્ટ વગેરે ગ્રાહકોને ઉપલબ્ધ કરવામાં આવે છે. આનું ભોજન મધ્યમ અને ઉચ્ચ લોકોને પોસાય તેવું અને સ્વાદિષ્ટ હોય છે. આનું ભોજન તમને પૈસા વસુલ કરાવી દેશે.
* મૈકડોનાલ્ડના ભોજનનો સ્વાદ બધે એક નથી હોતો. મતલબ કે દેશ-દેશમાં આનો સ્વાદ અલગ હોય છે.
* આની ખાસવાત એ છે કે આ ૭ એવા ભોજન અને બેવરેજીસ (પેય) બનાવે છે જેમાં બિલકુલ પણ ખાંડ નથી વપરાતી. એટલેકે ડાયાબિટીસ ના મરીજો પણ આનું સેવન કરી શકે છે.
* જો તમે ‘ફાસ્ટ ફૂડ’ રેસ્ટોરન્ટના દીવાના હોવ અને જો આના સંસ્થાપક માં તમને રૂચી હોય તો તમારા માટે સારી ખબર છે. સારી ખબર એ છે કે મૈકડોનાલ્ડના સંસ્થાપક ‘રે ક્રોક’ પર એક ‘ધ ફાઉન્ડર’ નામની ફિલ્મ બની છે જે ભારતમાં પણ રીલીઝ થશે. આ પોતાના જીવન પર બનેલ ફિલ્મ છે. આ ફિલ્મ ૨૦ જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ ઇન્ડીયામાં રીલીઝ થશે.
* મૈકડોનાલ્ડના ચિકનમાં સૌથી વધારે ચરબી હોય છે તેવું માનવામાં આવે છે.
* મૈકડોનાલ્ડનું સૌથી નાનું રેસ્ટોરન્ટ ટોક્યો, જાપાનમાં છે જેનું ક્ષેત્રફળ ૪૯૨ વર્ગ કિમી માં ફેલાયેલ છે. જયારે સૌથી મોટું રેસ્ટોરન્ટ બીજિંગ માં છે.
* સમગ્ર વિશ્વમાં માત્રા દસ જ એવા દેશો છે જ્યાં મૈકડોનાલ્ડ પર પ્રતિબંધ છે. ફક્ત ભારતમાં જ મૈકડોનાલ્ડના ૧૭૯ જેટલા રેસ્ટોરન્ટ છે.
* આ રેસ્ટોરન્ટમાં ફક્ત ભારતમાં જ ગાયના માંસથી બનતી કોઈપણ વસ્તુ તમે ન ખાઈ શકો.