બરાક ઓબામા
વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પહેલા અશવેત અમેરિકાના રાષ્ટ્રપતિ છે. સુરક્ષાના કારણે તેઓ માત્રને માત્ર દુનિયાનો સૌથી સુરક્ષિત ફોન બ્લેકબેરી યુઝ કરે છે. આ ફોનમાં તેમના માટે ખાસ ફીચર્સ જોડવામાં આવ્યા છે. જે ફક્ત અમેરિકાના રાષ્ટ્રપતિ માટે જ છે.
ડેવિડ કેમેરન
બરાક ઓબામાની જેમ જ બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમેરન પણ બ્લેકબેરી ફોન યુઝ કરે છે. આમના માટે પણ ખાસ કરીને ડીઝાઇન ઉપલબ્ધ કરાવેલ છે.
વ્લાદિમીર પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ અહીના પ્રધાનમંત્રી પણ રહી ચુક્યા છે. વ્લાદિમીર પુતિન રશિયામાં જ બનેલ Android ફોન MTS 945 Glonass નો જ ઉપયોગ કરે છે.
શી જિનપિંગ
ચીનના રાષ્ટ્રપતિ પાસે આઈફોન-5 છે. આ ઉપરાંત જિનપિંગ ની પાસે યોટા ફોન પણ છે જે તેમને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગીફ્ટ કર્યો હતો.
નરેન્દ્ર મોદી
ભારતના ટેકનોલોજી પસંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાસે શાનદાર આઈફોન-6 સ્માર્ટફોન છે. વડાપ્રધાન મોદીને અમેરિકાની યાત્રા દરમિયાન યુએસની ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા એ આ ફોન તેમને ગીફ્ટમાં આપ્યો હતો.
ફ્રેન્કોઇસ હોલેન્ડ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રેન્કોઇસ હોલેન્ડ બે સ્માર્ટફોન યુઝ કરે છે. જેમાંથી એક આઈફોન-5 છે અને બીજો તાઇવાન મેકર એચટીસી વન M8 સ્માર્ટફોન કરે છે.
શિંઝો એબ
જાપાનના પ્રધાનમંત્રી શિંઝો એબ જાપાનમાં જ બનેલ Android ડિવાઈઝ સેમસંગ એમએસ-G9098 ડ્યુઅલ સ્ક્રીન સ્માર્ટફોન નો ઉપયોગ કરે છે.
જેકબ ઝુમા
સાઉથ આફ્રિકન રાષ્ટ્રપતિ જેકબ ઝુમાની પાસે આઈફોન 5S સ્માર્ટફોન છે. જે ગયા વર્ષે એપલનો ફ્લેંગશીપ ફોન હતો.
એન્જિલા માર્કેલ
જર્મની ની ચાન્સલર એન્જિલા માર્કેલ દુનિયાની ખુબજ તાકતવર મહિલા છે. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ તેમને બ્લેકબેરી ઝેડ -10 ફોન ગીફ્ટ કર્યો હતો. આના પહેલા એન્જિલા માર્કેલ પાસે નોકિયા 6210 સ્લાઇડ સ્માર્ટફોન હતો.
દિલમા રસેફ
બ્રાઝીલ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ દિલમા રસેફ પણ આઈફોન લવર છે અને તે પણ એપલનો લેટેસ્ટ ફ્લેગશિપ આઈફોન-6 સ્માર્ટફોન વાપરે છે.