જાણો, દુનિયાના અલગ-અલગ દેશોના વિચિત્રો કાનૂનો વિષે…

Screen-Shot-2015-06-13-at-161531

ફક્ત આપણો ભારત દેશ એવો નથી જ્યાં અજીબ ગરીબ વસ્તુઓ પર પ્રતિબંધ છે. વિશ્વમાં એવા અન્ય દેશો છે જે પોતાના વિચિત અને ખતરનાક કાનુન માટે જાણીતા છે. જોકે, કોઇપણ દેશની સારી વ્યવસ્થા માટે કાનૂનો ભલે સખત હોય પરંતુ તે અનિવાર્ય પણ હોય છે. છતા પણ અમુક દેશના એવા કાનૂનો છે જેની પાછળ કોઈ લોજીક જ નથી. દુનિયાના અલગ અલગ દેશોના નિયમો જાણીને તમે હેરાન થઇ જશો. જાણો…

* સ્વીડન માં એપાર્ટમેન્ટમાં રહેતા વ્યક્તિ રાતના 10 વાગ્યા પછી ટોયલેટમાં ફ્લશ ન કરી શકે.

* ઈરાનમાં મહિલાઓ વર્લ્ડ કપની મેચ ન જોઈ શકે.

* નોર્થ-કોરિયામાં કેટલાક ગુનાઓ માટે માફી જેવો શબ્દ જ નથી. આની કિંમત માત્ર હત્યા છે. જો કોઈની પાસેથી બાઇબલ મળી કે કોઈ પોર્ન, સાઉથ કોરિયાઈ ફિલ્મ જોતા પકડાય જાય તો તેની સજા છે મૃત્યુ, માફી નહિ.

* ઓસ્ટ્રેલિયામાં એ પ્રાણીનું નામ લેવું ગેરકાયદેસર છે જયારે તમે તેને ખાવા માંગતા હોવ. આમ કરવાથી તમારા પર કાર્યવાહી થઈ શકે છે.

* ઓરેગોનમાં 69 નંબરની જર્સી પહેરીને રસ્તા પર નીકળો તો તમારે જેલની હવા ખાવી પડે.

* દક્ષિણ કેરોલિના માં રવિવારના રોજ અદાલત ભવનની બહાર મહિલાઓને મારવી ગેરકાનૂની નથી.

* જ્યાં એક તરફ વિશ્વમાં ઈંટરનેટ સૌથી જરૂરી વસ્તુ માંથી એક છે ત્યારે બર્મામાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.

* ન્યૂયોર્ક પ્રાંતમાં કલીપ લગાવીને કપડા સુકવવા માટે લાઈસન્સ લેવું અનિવાર્ય છે.

* ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા શહેરમાં તમે તમારા ઘરમાં જાતે બલ્બ ન લગાવી શકો. આ માટે તમને કોઈ લાઇસેંસ વાળો ઇલેક્ટ્રિશિયન ને બોલાવવો પડે.

* લોસ એન્જલસમાં એક જ ટબમાં બે બાળકોને સ્નાન કરાવવું એ ગેરકાનૂની છે.

bathtub-fun

* હવાઈ માં ટ્વીન્સ ભાઇઓ એક જ કંપનીમાં કામ ન કરી શકે.

* વનેવાડાના યુરેકા માં મૂછો વાળા વ્યક્તિને જો કોઈ મહિલા કિસ કરે તો તે ગેરકાનૂની છે.

* તાલિબાનમાં મહિલાઓના સફેદ મોઝા પહેરવા પર પ્રતિબંધ છે. કારણકે ત્યાંના લોકોનું માનવું છે કે સફેદ મોઝા પહેરવાથી મહિલાઓ આકર્ષિત લાગે છે જેથી કોઇપણ પુરુષ તેને જોઈ શકે છે.

* જર્મનીમાં એક કાનુન એવો છે કે ત્યાં વાહનોમાં પેટ્રોલ ખતમ ન થવું જોઈએ, એ માટે વાહનો પર ખુબ નઝર રાખવામાં આવે છે.

* અર્કેસસમાં એક વ્યક્તિ તેની પત્નીને મહિનામાં એકવાર પીટાઈ કરી શકે છે. પરંતુ, એક જ મહિનામાં બે વાર મારે તો તે અપરાધ છે.

* ડેનમાર્ક માં બાળકના નામ 7 હજાર નામો માંથી પસંદ કરી શકે છે. આ લીસ્ટ બહારનું કોઇપણ બાળકનું નામ ન હોવું જોઈએ.

* ઇંગ્લેન્ડમાં સંસદના સદનની અંદર મરવું ગેરકાયદેસર છે.

* જો ન્યુજર્સી માં ટ્રાફિક પોલીસ તમને એ સવાલ કરે કે ‘શું તમને ખબર છે, મે તમને કેમ રોક્યા છે’? આના પર ‘જો તમને નથી ખબર તો, હું તમને નહિ જણાવું’ એવો જવાબ આપતા તમારે ૩૦૦ ડોલર એટલેકે ૧૮ હઝાર રૂપિયા ચુકવવા પડે છે.

* મિશિગન માં ફાયર હાયડ્રન્ટની સાથે ક્રોકોડાઈલને ચેનથી બાંધવા પર પ્રતિબંધ છે.

* ઓસ્ટ્રેલિયામાં બાળકોને કાનૂની રીતે સિગારેટ ખરીદવા પર પ્રતિબંધ છે પણ, તે કાનૂની રૂપે ધુમ્રપાન કરી શકે છે.

GP36904923

* કેન્ટુકીમાં જેલમાં આઈસ્ક્રીમ કોર્ન લઇ જવા પર પ્રતિબંધ છે.

* દક્ષિણ ડાકોટામાં ચીઝની ફેક્ટરીમાં સુવું ગેરકાનૂની છે.

* ફ્લોરિડાના મિયામીમાં પ્રાણીઓની નકલ કરવા પર પ્રતિબંધ છે.

* સિંગાપુર અને સંયુક્ત અરબ અમીરાત માં તમે ચ્યુંન્ગમ ચાવતા પકડાયા તો જેલની સજા થઇ શકે છે.

* ફ્લોરિડાના લી કાઉન્ટીમાં બુધવારે સૂર્યાસ્ત પછી મગફળી વેચાણ કરવું ગેરકાયદે છે.

* ઓહિયો માં માછલીને દારૂ પીવડાવવા પર પ્રતિબંધ છે.

Comments

comments


9,170 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


+ 8 = 12