બોલિવૂડ સ્ટાર્સ પોતાની ભવ્ય અને વૈભવી લાઈફ સ્ટાઈલ માટે જાણીતા છે. સામાન્ય માણસ વિચારી પણ ના શકે તે રીતે બોલિવૂડ સ્ટાર્સનુ જીવન હોય છે. કોઈ સામાન્ય માણસની આખા જીવનની જેટલી કમાણી પણ નહીં થતી હોય તેનાથી પણ વધારે પૈસા તો આ સ્ટાર્સ દર મહિને વીજળીનું બિલ ભરતા હોય છે.
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખના બંગલા મન્નતમાં જ તેની ઓફિસ આવેલી છે. શાહરૂખ દર મહીને ૪૩ લાખ બિલ ભારે છે. જ્યારે અમિતાભ બચ્ચનના મુંબઈમાં પાંચ બંગલાઓ છે, તેમાંથી એક બંગલો બચ્ચન પરિવાર ઓફિસ તરીકે વાપરે છે. બોલિવૂડ અભિનેત્રીઓ પોતાના માટે અલગથી ઓફિસ રાખતી નથી.
તો, ચાલો આજે આપણે જાણીએ કે બોલિવૂડ સ્ટાર્સ દર મહિને પોતાના ઘર અને ઓફિસનું કેટલું બિલ ભરતા હોય છે. બોલિવૂડ અભિનેતા જ નહીં પરંતુ અભિનેત્રીઓ પણ મહિને લાખો રૂપિયામાં વીજળીનું બિલ ભરતી હોય છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર