જાણો, તમારા કીબોર્ડની ફંક્શન Key F1 થી F12 ના ઉપયોગ વિષે…

function-keys

કીબોર્ડમાં કામ કરતા સમયે વારંવાર હાથ માઉસ પર મુકવો પડે છે. પણ, અમુક એવી ટીપ્સ છે જેના માધ્યમે તમે F1 થી F12 બટન શા માટે વપરાય તે અંગે જાણી શકશો. સામાન્ય રીતે ઘણા લોકોને કીબોર્ડની A to Z કી શાના માટે વપરાય તે અંગે જાણકારી હોય છે. પણ કીબોર્ડની ફંક્શન F1 થી F12 કી અંગે ઓછા લોકોને ખબર હોય છે, જે આજે અમે તમને જણાવવાના છીએ.

F1 થી F12 Key દ્વારા તમે અલગ અલગ કામ કરી શકો છો. ચાલો જોઈએ તેને વિગતવાર.

F1

*  આ બટન દ્વારા તમે કોઇપણ એપ્લિકેશનની હેલ્પ ખોલી શકો છો.

*  ઉપરાંત વિન્ડોઝના હેલ્પ સેક્ટરમાં જવા માટે Window Key ની સાથે F1 નો ઉપયોગ થાય છે.

*  આના સિવાય Task Pane અને CMOS  માં જવા માટે આ વપરાય છે.

*  માઈક્રોસોફ્ટ વર્ડમાં કન્ટ્રોલ સાથે  F1 બટન પ્રેસ કરતા full screen mode શરુ થાય છે.

*  કોમ્પ્યુટરને open કરવા F1 બટન પ્રેસ કરવાથી setting નો ઓપ્શન શરુ થાય છે.

F2

*  આ Key કોઈપણ Highlighted  file કે  folder ને Rename કરવા વપરાય છે. આ માટે કોઇપણ ફાઈલ પર ક્લિક કરો અને  F2 Key પ્રેસ કરો. તમારી file Rename થઇ જશે.

*  Ctrl+F2 દ્વારા વર્ડની ફાઈલનું પ્રિન્ટ પ્રિવ્યુ (Print Preview) જોવા માટે આ વપરાય છે.

*  CMOS ના સેટઅપ માટે પણ F2 વપરાય છે.

F3

*  વિન્ડોઝમાં F3 પ્રેસ કરવાથી સર્ચ બોક્સ ખુલશે, જેનાથી તમે સરળતાથી કોઈ ફાઇલો કે ફોલ્ડર્સ શોધી શકશો.

*  તમારા ડેસ્કટોપ પર જઈને F3 પ્રેસ કરશો તો પણ સર્ચ કમાંડ ખુલશે.

*  Ms Dos માં છેલ્લા કમાંડને બીજીવાર ખોલવા માટે.

*  Window + F3 દ્વારા માઈક્રોસોફ્ટ આઉટલુકમાં advance find વિન્ડોને ખોલી શકશો.

F4

*  Alt +F4 પ્રેસ કરવાથી તમારા active programs close થઇ જશે. તમે આનાથી કોમ્પ્યુટરને shut down પણ કરી શકો છો.

*  Windows explorer માં F4 પ્રેસ કરવાથી address નો વિકલ્પ શરુ થશે.

F5

*  F5 Key પેજને રીફ્રેશ (રીલોડ) કરવામાં કામમાં આવે છે.

*  ઉપરાંત તમે આનાથી browser refresh પણ કરી શકો છો.

*  આનાથી PowerPoint માં એક સ્લાઈડ શો open થાય છે.

*  આનાથી ડેસ્કટોપ પણ રીફ્રેશ કરી શકો છો.

*  Microsoft word માં આ બટન પ્રેસ કરતા Find and replace નું ઓપ્શન ચાલુ થાય છે.

*  માઈક્રોસોફ્ટ એક્સેલમાં Shift+F5 પ્રેસ કરવાથી Find and Replace ની સુવિધા ઓપન થશે.

F6

*  ઈન્ટરનેટ એક્સપ્લોરર, મોઝિલા ફાયરફોક્સ, ક્રોમ વગેરે બ્રાઉઝરમાં કર્સરને Address bar પર લઇ જવા માટે.

*  અમુક લેપટોપમાં F6 પ્રેસ કરવાથી સ્પીકરનો અવાજ વધારી શકાય છે.

*  માઈક્રોસોફ્ટ વર્ડમાં ઘણાબધા ડોક્યુમેન્ટ ખૂલેલ છે તો તેને એક એક કરીને જોવા માટે Control+Shift+F6 નો પ્રયોગ કરી શકો છો.

F7

*  મોઝીલા ફાયરફોક્સ માં કરંટ બ્રાઉઝર ખોલવા માટે.

*  અમુક લેપટોપમાં F7 પ્રેસ કરવાથી સ્પીકરનો અવાજ ઘટાડી શકાય છે.

*  એમએસ વર્ડ (MS Word) મા આનાથી સ્પેલિંગ અને ગ્રામર મિસ્ટેક ચેક કરી શકો છો.

F8

*  આ બટન પ્રેસ કરતા ms word ના document ને આખો select કરી શકો છો.

*  Computer On કરતા સમયે Windows Startup Menu માં જવા માટે આ કી વપરાય છે.

*  F8 કી Mac os માં બધા કાર્યસ્થાન માટે એક થમ્બનેઈલ ઈમેજ પ્રદર્શિત કરે છે.

F9

*  માઈક્રોસોફ્ટ આઉટલુક માં ઇમેઇલ સેન્ડ-રીસીવ માટે વપરાય છે.

*  કવાર્ક એક્સપ્રેસમાં આને પ્રેસ કરતા મેજરમેંટ ટૂલબાર ખુલી જશે.

*  અમુક લેપટોપમાં આને પ્રેસ કરતા બ્રાઈટનેસ ઘટાડી શકાય છે.

F10

*  આનો ઉપયોગ software ના પહેલા menu માં જવા માટે અને આ મેનુમાંથી arrow keys દ્વારા select કરી શકો છો.

*  Shift + 10 પ્રેસ કરતા Right click menu ખુલશે.

*  Shift + F10 highlighted icon, file, અને Internet link પર રાઈટ ક્લિક કરવા માટે વપરાય છે.

F11

*  Alt+F11 પ્રેસ કરવાથી માઈક્રોસોફ્ટ ઓફિસ ના સોફ્ટવેરમાં વિઝ્યુઅલ બેઝિક કોડ વિન્ડો ખુલે છે, જેનો ઉપયોગ એક્સપર્ટ યુઝર્સ કરે છે.

F12

Ctrl + F12 એક ડોકયુમેન્ટરી ઓપન કરવા વપરાય છે.

*  આ કી નો ઉપયોગ Chrome browser માં Developer Tools ખોલવા થાય છે.

*  Ctrl + Shift + F12 માઈક્રોસોફ્ટ વર્ડમાં એક ડોકયુમેન્ટરીને પ્રિન્ટ કરવા વપરાય છે.

*  માઈક્રોસોફ્ટ વર્ડમાં આને પ્રેસ કરવાથી Save As ડાયલોગ બોક્સ ખુલશે.

*  F12 કી એપલ મેક ઓએસ 10.4 માં ડેશબોર્ડ છુપાવે (Hide) છે.

*  Firebug કે બ્રાઉઝર માં Debug (ડીબગ) Tool ખોલવા માટે વપરાય છે.

Comments

comments


13,283 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 5