જાણો જંક ફૂડ વિષે જરૂરી વાતો

Junk-Food

જંક ફૂડ એટલેકે ફાસ્ટફૂડ. જંક ફૂડ તરીકે પિઝ્ઝા, બર્ગર, નુડલ્સ, ચોકલેટ, ફ્રેંચ ફ્રીઈસ અને ચિપ્સ વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ફાસ્ટફૂડ એ આધુનિક લાઈફસ્ટાઈલનો જ એક હિસ્સો છે. મોટાભાગે લોકોના એવા વિચારો હોય છે કે જંક ફૂડ સસ્તું, તેલ વાળું અને રહસ્યમય પદાર્થોથી બને છે. જંક ફૂડનું વધારે પડતું સેવન કરવાથી મોટાપો વધે છે. આની સીધી અસર આપણા દિમાગ ઉપર થાય છે.

પિઝ્ઝાની શરૂઆત ઈટાલીમાં થઇ હતી. જોકે, ટેસ્ટી પિઝ્ઝાની શરૂઆત યુનાન (ગ્રીસ) માં થઇ હતી. મોર્ડન પિઝ્ઝાની શરૂઆત ૧૮૮૯માં થઇ હતી. જંક ફૂડમાં ફાઈબર, વિટામીન, મિનરલ્સ વગેરેની કમી હોય છે. વિટામીન એ, બી, સી કોમ્પલેક્ષ વગેરેની કમીથી રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થાય છે. આના ઇન્ફેકશનથી વિટામીનની સંભાવના ઘટવા લાગે છે.

ફ્રેંચ ફ્રાઈઝની શરૂઆત ફ્રાંસ કે બેલ્જીયમમાં થઇ હતી. બેલ્જીયમમાં આને નેશનલ ફૂડ માનવામાં આવે છે. મોટાભાગે લોકોનું માનવું છે કે ફાસ્ટફૂડ એટલે રોગોને આમંત્રણ આપવું. આને સ્વાસ્થ્ય માટે ધીમું ઝેર માનવામાં આવે છે.

કોલ્ડ્રીંકમાં કાર્બન, એસીડ શુગર અને પ્રેઝર્વેટીવ હોય છે. આ હાડકાના કેલ્શિયમ અને ફોસ્ફરસને ઓછુ કરે છે. આના વધારે સેવનથી ઓસ્ટીયોપોરોસિસ નામની બીમારી થાય છે. જંક ફૂડથી બાળકો પર શારીરિક અને માનસિક વિકાસમાં પ્રભાવ પડે છે.

ઉપરાંત ઘરમાં બનેલ જંક ફૂડ ખાવાથી ફક્ત બાળકોનું આઈક્યુ લેવલ જ સારું રહે છે. કિશોરાવસ્થામાં મોટાભાગે લોકો જંક ફૂડના વ્યસની બની જાય છે. તમારે જ નક્કી કરવાનું રહ્યું કે આનું સેવન કરવું કે નહિ.

Junk-food-is-mainly-responsible-in-activating-cravings

મીઠી ચોકલેટ મુખ્યરૂપે કોકોથી બને છે.આની શોધ લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાથી જ થઇ ગઈ હતી. સ્પેનના રસોઈઘરમાં મોટાભાગે લોકો ચોકલેટ ડ્રીંકનો ઉપયોગ કરે છે. આજકાલ લોકો ચોકલેટમાં દૂધ અને ખાંડ નાખીને બનાવે છે. જે ખુબજ પોપ્યુલર છે. રોજ સવારે ચોકલેટનો એક ટુકડો ખાવાથી તમે આખો દિવસ રીફ્રેશ રહી શકશો. આ સાબિત થઇ ચૂકેલ છે.

ક્યારેક ક્યારેક સ્વાદ બદલવા માટે જંક ફૂડ ખાવામાં કોઈ ખરાબી નથી. પરંતુ આને આદત બનાવવી અને આપણી લાઈફનો મહત્વપૂર્ણ હિસ્સો બનાવવો એ ઘાતક છે. જયારે આપણે આનો ઓર્ડર મંગાવીએ કે બહાર રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ ત્યારે તે લાંબા સમયથી તેમના ફ્રીઝમાં પડેલ હોય છે. જયારે આપણા હાથમાં આ ભોજન આવે ત્યારે લગભગ તેની પૌષ્ટિકતા ખતમ થઇ ચુકી હોય છે.

જંક ફૂડની દુકાનોમાં અત્યારે સૌથી પ્રસિદ્ધ મેકડોનાલ્ડ છે. જેની સ્થાપના વર્ષ ૧૯૫૫માં કેલીફોર્નીયામાં થઇ હતી. આને અફોર્ડેબલ માનવામાં આવે છે. ભારતની જેમ જ આ અમેરિકામાં પણ ખુબ લોકપ્રિય છે. ૨૦૧૫ ના રોજ અમેરિકામા આની ૧૪ હજારથી પણ વધારે રેસ્ટોરન્ટ ખુલ્યા.

વિશેષજ્ઞો અનુસાર જંક ફૂડમાં ખુબજ વધારે રસાયણો હોય છે અને આમાં પ્રાકૃતિક તત્વોની કમી હોય છે. આનાથી દિલ (હાર્ટ) ની બીમારીઓ થાય છે અને કેન્સર થવાની સંભાવના પણ આમાં રહેલ છે. મોટાભાગના બધા જ જંક ફૂડ મેંદાના લોટમાંથી બનેલ હોય છે. આમાં ચટપટા મસાલા હોવાથી સ્વાદિષ્ટ તો હોય છે પણ પોષ્ટિકતા સહેજ પણ નથી હોતી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,041 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>