જાણો છો.. લોકો તિરુપતિ બાલાજીના મંદિરમાં જ કેમ વધારે દાન કરે છે?

Tirupati-Temple-at-night

આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં ધન અને સંપત્તિના ઈશ્વર શ્રી તિરુપતિ બાલાજીનું મંદિર સ્થિત છે. એવું માનવામાં આવે છે કે તિરુપતિ બાલાજીના મંદિરમાં ભગવાન વેન્કટેશ્વર બિરાજમાન છે. અહી તિરુપતિ બાલાજીની 7 ફુટ ઊંચી શ્યામવર્ણ ની પ્રતિમા છે.

તિરુપતિ બાલાજીનું મંદિર સૌથી ધનાઢ્ય મંદિરોમાંથી એક છે. અહી વર્ષે કરોડો રૂપિયાનું દાન કરવામાં આવે છે  આ મંદિર વાસ્તુકલા નો ઉત્તમ નમુનો છે. આ મંદિર સાત પહાડોની સાથે મળીને તિરુપતિ પહાડ પર સ્થિત છે. કહેવામાં આવે છે કે તિરુપતિના પહાડો વિશ્વમાં બીજા નંબરના સૌથી પ્રાચીન પહાડો છે. ભગવાન વેન્કટેશ્વરને વિષ્ણુજી નો અવતાર માનવામાં આવે છે.

અહી ભગવાનને સૌથી વધારે સોનું, ચાંદી, હીરા અને રત્ન અર્પિત કરવામાં આવે છે. અહી દાન કરવાની કઈ સીમા નથી. શ્રદ્ધાળુઓ નિ:સ્વાર્થ ભાવે પોતાના પ્રમાણે અહી દાન કરે છે. થોડા વર્ષ પહેલા બોલિવૂડના અભિનેતા અમિતાબ બચ્ચને 12 કરોડ રૂપિયાનું દાન કરીને આખા દેશને ચોકાવી દીધો હતા. આ ધન ચઢાવવા અંગે એક કથા પ્રચલિત છે. ચાલો જાણીએ આ કથા વિષે..

એકવાર બધા ઋષિયો વચ્ચે ઝધડો થયો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં સૌથી મહાન ઈશ્વર કોણ છે, ત્રીદેવની કસોટી માટે મુનિ ભૃગુને નિમણૂંક કરવામાં આવ્યા. આ માટે મુનિ ભૃગુ તૈયાર થઇ ગયા. મુનિ સૌપ્રથમ બ્રહ્મા પાસે આવ્યા અને તેમણે પરમ પિતાને પ્રણામ પણ ન કર્યા, આથી બ્રહ્માજી ઋષિ ક્રોધિત થયા.

02TMGPS01-TTD__VIP__941094f

હવે શિવજી ની કસોટી લેવા માટે ગયા. કૈલાશ પહોચીને ભૃગુ બિન મહાદેવની આજ્ઞા સામે પહોચ્યા અને શિવ પાર્વતીનો અનાદર કર્યો. આનાથી શિવજી અતિ ક્રોધિત થયા અને ભૃગુ ઋષિ નું અપમાન કર્યું.

અંતમાં ઋષિ ભૃગુ ભગવાન વિષ્ણુની પાસે ક્રોધિત અવસ્થામાં પહોચ્યા અને શ્રી હરિની છાતી પર લાત મારી દીધી. આ ભગવાન વિષ્ણુ એ નમ્રતાપૂર્વક પૂછ્યું કે મારી છાતી વજ્રની જેમ કઢોર છે. તમારા પગમાં વાગ્યું તો નથી ને? આ સાંભળીને ભૃગુ ઋષિ સમજી ગયા કે શ્રી હરિ જ સૌથી મોટા દેવતા છે.

આ બધું લક્ષ્મી જોઈ રહી હતી. તે પોતાના પતિનું અપમાન સહી ન શક્યા અને વિષ્ણુને છોડીને ચાલી ગઈ અને તપસ્યા કરવા બેસી ગઈ. લાંબા સમય બાદ દેવી લક્ષ્મીએ શરીર ત્યાગ કર્યું અને પુન: એક દરિદ્ર બ્રાહ્મણના ઘરે જન્મ લીધો.

જયારે વિષ્ણુ ભગવાન ને આ ખબર પડી ત્યારે તેઓ માતા લક્ષ્મી સાથે લગ્ન કરવા પહોચ્યા. પરંતુ, દેવી લક્ષ્મીના ગરીબ પિતાએ વિવાહ માટે વિષ્ણુ પાસેથી મોટી માત્રામાં ઘન માંગ્યું. દેવી લક્ષ્મી ગયા ત્યારે વિષ્ણુ પાસે એટલું ઘન ન હતુ. ત્યારે દેવી લક્ષ્મી સાથે વિવાહ કરવા માટે તેમણે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેર દેવ પાસેથી ઘન ઉધાર લીધું અને લક્ષ્મી ના પુનઃવિવાહ થયા.

કુબેર દેવે ધન ચુકવવા માટે એ શરત રાખી કે જ્યાં સુધી મારૂ ઋણ ન ચૂકવામાં આવે ત્યા સુધી તમે તિરૂપતિ માં રહેશો. ત્યારથી ભગવાન વિષ્ણુ જ્યાં વિરાજમાન છે.

કુબેર દેવ પાસેથી લીધેલ ઉધાર ઘનને ચુકવવા માટે ભગવાનના ભક્તો દ્વારા તિરૂપતિ માં ધન ચઢાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કુબેર દેવને પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુનું ઋણ ઉતરે છે.

Lord_Venkat

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


13,461 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 6 = 18

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>