આજના સમયમાં પેન ડ્રાઈવ એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં ડેટાનું આદાનપ્રદાન કરવાની સાથે સાથે મ્યુઝીક, વિડીયો ફાઈલ્સ ને ડીવીડી અને એલઈડી ટીવી જોવામાં કામ આવે છે.
ફોર્મેટ એક એવી પ્રક્રિયા છે જેમાં બધો ડેટા ડીલીટ થઇ જાય છે. ફોર્મેટ કરતા સમયે ઘણી વાર એરર પણ આવતી હોય છે. આ એરરને હટાવી શકાય છે. જયારે તમે ‘cmd’ (command prompt) થી ફોરમેટ કરો છો ત્યારે કોઈ એરર નથી આવતી.
Cmd થી કઈક આ રીતે ડ્રાઈવને ફોર્મેટ કરાય
Cmd માં પેન ડ્રાઈવ ફોર્મેટ કરતા પહેલા એ વાત નો ખ્યાલ રાખવો કે આનું નામ શું છે. જેમ કે ‘Rahul (P:)’ છે. આમાંથી તમારી ડ્રાઈવનું નામ ‘P:’ છે. તો ચાલો જાણીએ Cmd થી ફોર્મેટ કેવી રીતે કરીએ.
* સૌપ્રથમ તમારા કોમ્પ્યુટરને સ્ટાર્ટ કરવું.
* હવે તમે પેન ડ્રાઈવને કોમ્પ્યુટરમાં લગાવો.
* હવે માય કોમ્પ્યુટર ને ખોલો અને પેન ડ્રાઈવનું નામ ચેક કરવું. જેમકે ‘Rahul (P:)’ છે અને આમાંથી તમારી ડ્રાઈવનું નામ ‘P:’ છે.
* ત્યારબાદ તમે સ્ટાર્ટ મેનૂને ઓપન કરો અને ‘run’ (વિન્ડો કી અને R (Win+r) ને પ્રેસ કરો) માં ક્લિક કરો. પછી Cmd ટાઈપ કરો અને ok પર ક્લિક કરો.
* Cmd ખુલ્યા બાદ Format P: ટાઈપ કરો અને એન્ટર દબાવો. જો તમારે FAT32 માં ફોર્મેટ કરવું હોય તો ‘Format P: /FS: FAT32’ ટાઈપ કરો અને એન્ટર આપો.
હવે માઈ કોમ્પ્યુટરમાં જાવ અને જુઓ તમારી પેન ડ્રાઈવ ફોર્મેટ થઇ ગઈ છે.