જાણો છો…. કેમ ઘાર્મિક શાસ્ત્રોમાં ડુંગળી-લસણ ખાવા પર પ્રતિબંધ છે??

onion

નિત્ય ઉપયોગમાં લેવામાં આવતા ૪૦ થી ૪૫ ટકા શાકાહારી પદાર્થ નિષેધ માનવામાં આવે છે. ઈંડા, લસણ, ડુંગળીને શાસ્ત્રોમાં ૯૦ ટકા નિષેધ માનવામાં આવે છે. હિંદુ શાસ્ત્રો મુજબ માનવીને માંસ ક્યારેય ન ખાવું જોઈએ. તેથી માંસ, માછલી વગેરે માંસયુક્ત પદાર્થો ખાવાની ૧૦૦ ટકા ના પાડવામાં આવી છે.

મોટાભાગે કાંદા-લસણનો ઉપયોગ મીઠાઈઓ સિવાય બધામાં જ કરવામાં આવે છે. આમાં ખુબજ સ્વાદ રહેલ છે. તમે જાણતા જ હશો કે સ્વામિનારાયણ લોકો અને જૈન લોકો આને વર્જિત માનતા હોવાથી સેવન નથી કરતા.

જોકે, અન્ય લોકોએ પણ આનું સેવન ન કરવું જોઈએ તેવું હિંદુ ધર્મના શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે ડુંગળીની છાલ ઉતારતા તેમાં ગંધ નીકળે છે, જે મનુષ્યને વિચલિત કરે છે. આનું આંખમાંથી પાણી નીકળવું એ પ્રત્યક્ષ ઉદાહરણ છે.

પ્રાચીન કાળથી બ્રાહ્મણો અને અન્ય લોકો આનું સેવન નથી કરતા અને આજે પણ આ પરંપરા ચાલી આવે છે. જૈન ધર્મ અહિંસાનું સમર્થન કરે છે. પરંતુ તેમનું કહેવું છે કે ડુંગળી, લસણ, હિંગ જેવા તામસી પદાર્થ ક્રોધ અને તણાવ માનવીમાં વિકસાવે છે. જયારે સ્વામિનારાયણ ધર્મમાં પણ આને તામસી પદાર્થ માનવામાં આવે છે.

આયુર્વેદમાં ખાદ્ય પદાર્થને ત્રણ વસ્તુમાં વેચવામાં આવ્યો છે, સાત્વિક, રાજસિક અને તામસી. આ બંને વસ્તુ યુક્ત ભોજન કરવાથી માનવીમાં ઉત્તેજના ઉત્પન્ન થાય છે. આ અશાંતિને પેદા કરે છે. આને હિન્દુના વૈષ્ણવ ઘર્મમાં પણ નથી ખવાતું. ડુંગળી, લસણ અને હિંગને શેતાની ગુણ માનવામાં આવે છે. શ્રીકૃષ્ણના ઉપાસક લોકો પણ આનું સેવન નથી કરતા.

ડુંગળીનું સેવન કરવાથી તેની અસર લોહીમાં થઇ મન સુધી પહોચે છે અને વાસનાત્મક વિચારો પેદા કરે છે. મનુષ્યમાં ગુસ્સો, ઘમંડ, ખરાબ વિચારો વગેરે ખરાબ ગુણો તામસી પદાર્થ ખાવાથી થાય છે. ઉપરાંત માનવીમાં શાંતિ, સયમ, પવિત્રતા અને મનની શાંતિ જેવા ગુણો નષ્ટ થાય છે.

Comments

comments


17,006 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 11