અન્ય દેવી-દેવતાઓ જયારે પોતાના શરીર પર વસ્ત્રો, આભૂષણો ધારણ કરે છે જયારે શિવ ચિતાની રાખ લગાવે છે. ભગવાન શિવના દરેક રૂપની પાછળ કોઇને કોઇ રહસ્ય છુપાયેલ છે. તેથી અલગ અલગ પ્રકારના સવાલો થાય એ સામાન્ય છે. શિવ ભગવાન ના દરેક ભક્તો તેમના દરેક રૂપથી નિરાળા છે. શંકર ભગવાન ખુબજ ભોળા છે તેથી તેમને ‘ભોળાનાથ’ ના નામે ઓળખવામાં આવે છે.
ભગવાન શિવ અંગે અનેક સવાલો ઉદ્ભવે છે જેમકે શંકર ભગવાનની જટામાં ગંગા વહે છે, તેઓના ગળામાં સર્પ કેમ વીંટળાયેલ રહે છે તો વળી ક્યારેક એવો સવાલ ઉદ્ભવે છે કે તેઓ ચિતાની રાખ કેમ પોતાના શરીર પર લગાવે છે.
ભસ્મ એટલે કે કોઈક વસ્તુઓ સળગાવીને તેમાંથી નીકળતી રાખ (ભુક્કો), પરંતુ શંકર ભગવાન જે રાખ શરીર પર લગાવે છે તે કોઈ લાકડી કે ધાતુની રાખ નહિ પણ ચિતાઓ બાદ બચેલ રાખ પોતાના શરીરે લગાવે છે.
આનો અર્થ પવિત્રતામાં છુપાયેલ છે. આ એ પવિત્રતા છે જેમાં ભગવાન શિવે એક વ્યક્તિની સળગાવેલ ચિતામાંથી શોધી કાઢી છે. જેને પોતાના શરીર પર લગાવી તેઓ તે પવિત્રતાનું સમ્માન કરે છે. શરીર પર ભસ્મ લગાવવાનો અર્થ એ છે કે એવુ શરીર જેના પર આપણને ગર્વ છે. શરીર ક્ષણભંગુર છે અને આત્મા અનંત.
ભસ્મ એટલેકે રાખની વિશેષતા એ છે કે તેને શરીર પર લગાવવાથી શરીરના રોમ છીદ્રો બંધ થઇ જાય છે. આનો મુખ્ય ગુણ એ છે કે આને શરીર પર ધારણ કરવાથી ગરમીમાં ગરમી અને ઠંડીમાં ઠંડી નથી લાગતી. આનાથી શરીરની રક્ષા થાય છે અને મચ્છર આદી જીવ પણ દુર રહે છે.
કહેવાય છે કે એકવાર શંકર ભગવાનની સામે કોઈ ચિતા લઈને જતું હતું અને રામ નામ સત્ય છે એવું બોલતા હતા. ત્યારે શિવ પણ એમની પાછળ ગયા અને જયારે લોકો શમશાનની બહાર નીકળ્યા ત્યારે શિવને થયું કે આ વ્યક્તિના કારણે લોકો મારા પ્રભુ રામ નું નામ લઇ રહ્યા હતા. તેથી આ કોઈ મહાન વ્યક્તિ હશે.
તેથી તરત જ ચિતાની ભસ્મ શિવે પોતાના શરીરે લગાવી અને ત્યારથી રાખ લગાવતા થયા. અમુક કહાની મુજબ એવું પણ જાણવા મળે છે કે શંકર ભગવાનની પત્ની સતીનું જયારે અગ્નિમાં બેસીને મૃત્યુ થયું ત્યારે મૃત શરીરનો સ્પર્શ કરી પોતાના શરીરને ભસ્મમાં બદલી નાખ્યું.