જાણો, ચાંદી વિષે…. જે આપણા જીવનમાં છે ખુબજ મુલ્યવાન

Silver-utensils-for-babies

ચાંદીને એક મુલ્યવાન ધાતુ માનવામાં આવે છે. આને એક પવિત્ર અને સાત્વિક ધાતુ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે નાના બાળકોને જો ચાંદીની ચમચી થી પાણી પીવડાવવામાં આવે તો તે તંદુરસ્ત રહે છે. અને આમ પણ એક કહેવત તમે જાણી જ હશે કે, ‘મોટા માણસોના બાળકો ચાંદીની ચમચી લઈને જન્મે છે.’

ઠીક છે, આને આપણે અંગ્રેજીમાં ‘સિલ્વર’ (Silver) કહીએ છીએ. શાસ્ત્રો અનુસાર ચાંદી ભગવાન શિવના નેત્રોમાંથી ઉત્પન્ન થઇ છે. ભારતીય જ્યોતિષ અનુસાર ચાંદી ચંદ્રમા અને શુક્ર સાથે સબંધ ઘરાવે છે. આજે આપણે ચાંદી વિષે ઘણુબધું અલગ અલગ જાણીશું.

*  ચાંદીનો ઉપયોગ એક એવા તેજાબ બનાવવા માટે વપરાય છે કે જે cloud seeding બનાવવા વપરાય છે. cloud seeding એક એવી ટેકનીક છે જેનો ઉપયોગ સમય પહેલા વરસાદ કરાવવા અને ચક્રવાતો ને નિયંત્રણમાં રાખવા કરવામાં આવે છે.

*  ચાંદીનો ઉપયોગ ભોજનના પદાર્થો એટલેકે ખાસ કરીને મીઠાઈઓની સજાવટ કરવા વપરાય છે. ચાંદીના કણ જો માનવીના શરીરની અંદર જાય તો તેની કોઈ હાનીકારક અસર સ્વસ્થ પર નથી પડતી. ઉપરાંત આમાં વિષેલા બેક્ટેરિયાને નાશ કરવાની ક્ષમતા રહેલ છે.

sweetsyt

*  ચાંદીના આપણા સ્વાસ્થ્ય માટે પણ ચમત્કારી ફાયદાઓ છે. ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી શરદી-ઉધરસ મટે છે. માનવામાં આવે છે કે ચાંદીની ચમચીમાં મધ લઇ પીવાથી શરીર વિષમુક્ત થાય છે.

*  જો મહિલાઓ ચાંદીની બંગડીઓ પહેરે તો તેને ઉધરસ, ખાસી અને પિત્ત સબંધિત સમસ્યાઓ નિયંત્રણમાં રહે છે. ચાંદીની વાટકીમાં રાખેલ ભોજનને ‘અમૃત’ સમાન માનવામાં આવે છે.

*  પ્રાચીન સમયમાં ઇજીપ્ટ અને મધ્ય યુરોપમાં ચાંદીને સોના કરતા પણ વધારે મુલ્યવાન માનવામાં આવતું હતું.

*  સ્વાસ્થ્ય અને વાસ્તુ સબંધિત એક ચમત્કારી ટોટકા તરીકે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. હંમેશા ચાંદીના વાસણોમાં પાણી પીવો. જો ચાંદીના વાસણો ન હોય તો ગ્લાસમાં પાણી ભરીને તેની અંદર ચાંદીની અંગુઠી નાખવી (અંગુઠીને નથી ગળી જવાની). હવે આ પાણી પીવું. આ પ્રાચીન, સરળ અને ખુબ જ ચમત્કારી તાંત્રિક ઉપાય છે.

*  શાસ્ત્રો અનુસાર ચાંદીના વાસણો જેના ઘરમાં હોય છે ત્યાં સુખ, વૈભવ અને સંપન્નતા આવે છે. વૈજ્ઞાનિક રૂપે પણ ચાંદીના વાસણો ઘરમાં રાખવા સારું મનાય છે. આમાં એવી ઉર્જા હોય છે જે વાતાવરણ સારું બનાવે છે કે એટલેકે સકારાત્મક.

dealer_carlyonsilver_highres_1389984492469-1161568008

Comments

comments


10,620 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 7 =