જાણો ચહેરા પરના ડાઘને દુર કરવાના ઉપાયો

Find contribute to ward off the face of the remedies

ટોનિંગ અને પિગમેટેંશન વડે તમે તમારા ચહેરાના ડાઘ અને કરચલીઓને ઝડપથી દૂર કરી શકો છો. જો તમે પણ તમારા ચહેરાને ડાઘ રહિત અને સુંદર બનાવવા માંગતા હોય તો તમારા માટે આ ટીપ્સ એકદમ કારગર સાબિત થઈ શકે છે.

ચહેરા પરના ડાઘ અને ખીલને ઓછા કરવા માટે જે સ્કીન પીલનો ઉપયોગ થાય છે તેને ગ્લાયકોલિક પીલીંગ કહે છે. આ રીતના પીલનો મુખ્ય ઉદ્દેશ્ય કરચલીઓ અને ડાઘ-ધબ્બા ઓછા કરવાનો છે. સાથે સાથે આનાથી ખીલ પણ ઓછા થઈ જાય છે અને ખીલ સુકાઈ જવા પર જે ડાઘ પડે છે તેને પણ સારા કરવા માટે કારગર સાબિત થાય છે. આ પીલ વડે ત્વચાની ટેનિંગ ઓછી થાય છે તેમજ ત્વચામાં ગોરાપણું અને ચમક આવી જાય છે.

જો તમે આ ગ્લાયકોલિક પીલીંગ પાર્લરમાં કરાવવા જઈ રહ્યાં હોવ તો ધ્યાન રાખો કે આને પાર્લરમાં કરાવવા માટે લગભગ ૨૧ દિવસનો સમય લાગે છે તેમજ તમારે આની ૮-૧૦ સીટીંગ લેવી પડે છે. જેનું કારણ તે છે કે ૨૧ દિવસમાં નવી ત્વચા આવે છે.

પીલીંગ કરાવવાની સાથે સાથે તડકાથી સુરક્ષા પણ ખુબ જ જરૂરી છે તેમજ સાથે સાથે સનસ્ક્રીન અને સનબ્લોક પણ લગાવવું ખુબ જ જરૂરી હોય છે.

સ્કીન ટેનિંગ થઈ ગઈ હોય તો ખાટા દહીને ૧૫ મિનિટ સુધી ચહેરા પર લગાવીને ચહેરો ધોઈ લો. આનાથી ચહેરો ઘણો સારો થઈ જાય છે. આની અંદર લેક્ટિક એસિડ હોય છે જેનાથી ટેનિંગ સાફ થઈ જાય છે.

Find contribute to ward off the face of the remedies

Comments

comments


8,013 views

One thought on “જાણો ચહેરા પરના ડાઘને દુર કરવાના ઉપાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 8