જાણો ગુલાબી સૌંદર્ય માટે કેવી રીતે ઉપયોગી છે ગુલાબ

Learn how useful pink roses

બદલાતી સિઝન પ્રમાણે ત્વચાની સંભાળ રાખવી ખૂબ મુશ્કેલ છે. પરંતુ જો તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવે તો ત્વચાને સુંદર અને ચમકતી બનાવી શકાય છે. ઉનાળો આવી રહ્યો છે ત્યારે ઓઈલી સ્કીનવાળા લોકોને વધારે તકલીફ થતી હોય છે. તો આવો જણાવીએ કે ઉનાળામાં ગુલાબની મદદથી કેવી રીતે સારી સ્કીન મેળવી શકાય છે.

ગુલાબનો ફેસપેક – ગુલાબજળ તૈયાર કરવા ગુલાબની પાંદડીઓ કામ લઈ શકો છો. જે તંદુરસ્ત ત્વચા તૈયાર કરવા માટે ઉપયોગી છે. તે ખરબચડી ત્વચા ને સોફ્ટ કરીને ઓપન છીદ્રોને બંધ કરે છે. ગુલાબ લોશન, ક્રીમ અને ફેસપેક બનાવવા માટે વપરાય છે.

ગુલાબનો અન્ય રીતે પણ ઉપયોગ કરી શકાય છે

એક શીશીમાં ગ્લીસરીન, લીંબુનો રસ અને ગુલાબ જળ સમાન માત્રામાં મિકસ કરી પેસ્ટ બનાવી લો. બે ટીપાં ચેહરા પર લગાવો. ત્વચા ભેજવાળી અને ગ્લોવાળી થશે. તેમજ મખમલ જેવી નરમ બની જશે.

એક કપ ઉકળતા ગુલાબજળમાં એક મોટી ચમચી નારંગીની છાલ,એક મોટી ચમચી લીંબુ છાલ અને 30 પાંદડા ફૂદીનાના નાખો અને કલાક સુધી રાખી મુકો. ,પછી આ મિશ્રણને ફિલ્ટર કરી 2 મોટી ચમચી રોજમેરી અને અડધો નાના ચમચી સોડિયમ બેન્જોયેટ મિકસ કરો. બધા ઘટકો સાથે મિકસ કરી ફ્રિજમાં મુકી દો. રાતે સૂતા પહેલાં ચહેરા પર લગાવો અને થોડા સમય પછી ચેહરા ધોઈ લો. આ ચહેરાની રોનક વધારે છે.

Learn how useful pink roses

300 ગ્રામ સફેદ મીણને અડધો કપ બદામ તેલ નાખી ધીમા તાપે રાખી મિક્સ કરો. પછી અડધો કપ ગુલાબ જળ નાખો. ઠંડુ થયા પછી અડધી ચમચી સોડિયમ બેન્જોયેટ ઉમેરી સેટ થવા મૂકો. ઉપયોગ માટે યોગ્ય ક્રીમ તૈયાર છે. બેડમાં જતા પહેલાં રાત્રે ઉપયોગ કરો.

500 ગ્રામ એપલને બ્લેન્ડરમાં મેશ કરી લો. એનો રસ અને પલ્પને 500ગ્રામ વેજીટેબલ ક્રીમમાં મિકસ કરી દો . મિશ્રણને ધીમા તાપે ગરમ કરો.બધું મિશ્રિત થઈ જાય, ત્યારે તાપથી દૂર કરી એક ચમચી ટિંચર બેંજાઈટ અને એક કપ ગુલાબ જળ મિકસ કરો. ફિલ્ટર કરી બોટલમાં ભરો. આ ક્રીમથી ચહેરા અને ગરદન પર મસાજ કરો. આ બધા પ્રકારની ત્વચા માટે ઉત્તમ છે. ત્રણ ટુકડા સ્ટ્રોબેરીના ધોઈ લો. એના પલ્પમાં એક ચમચી ગુલાબ જળ મિકસ કરો. આ પેક ચહેરા પર 20 મિનિટ મૂકો,પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

Learn how useful pink roses

એક નાની ચમચી મુલ્તાની માટી પાવડરમાં 2 ચમચી ગુલાબ જળ નાખી રાખો.પછી નાના ચમચી નારંગીનો રસ અને મધ નાખો . સોફ્ટ પેક બને પછી ચહેરા પર લગાવો. સૂકાયા પછી ઠંડા પાણીથી મોંઢુ ધોઈ લો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,126 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 6 =