દેવાદાર અબજોપતિઓ

યુબી ચેરમેન વિજય માલ્યા

Learn heavy debt on companies which billionaires

વોરેન બફેટ કહે છે કે “તમે જેટલી વધુ ચીજો ખોટી કરો છો તેની તુલનામાં બહુ થોડી ચીજો તમારે સાચી રીતે કરવાની છે.” બફેટના આ શબ્દો દુનિયાને જીતવા નીકળી પડેલી ઉત્સાહિત ભારતીય કંપનીઓ માટે આંખ ઉઘાડનારા હોવા જોઇએ. વિવિધ હાઇ પ્રોફાઇલ કંપનીઓ ખોટ, વધતા જતા દેવા અને જંગી ઓપરેશનલ ખર્ચાના દેવા હેઠળ દબાઇ ગઇ છે. અચંબાની વાત એ છે કે જે કંપનીઓએ દેવાનો સામનો કરતા શટર પાડી દીધા છે તે બધી જ અબજોપતિઓ દ્વારા ચલાવવામાં આવતી હતી. કાયમ માટે લક્ઝરીમાં રહેનારા વિજય માલ્યાએ પોતાની સ્ટાઇલમાં ઝાકઝમાળ કરીને કિંગફિશર એરલાઇન ફક્ત બંધ કરી દેવા માટે શરૂ કરી હતી.

અન્ય કોર્પોરેટ જાયન્ટ DLFએ રિયલ એસ્ટેટમાંથી ડાયવર્સિફિકેશન કરીને હોટેલ્લ, વિન્ડ પાવર અને વીમો વેચવાની કામગીરી પણ આરંભી હતી તે પણ દેવાના ડુંગર તળે દબાઇ ગયા છે. કારોબારને વિસ્તારવા માટે ભારતીય ઉદ્યોગપતિઓએ એકીસાથે અનેક કારોબારો શરૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ લોભ વિદેશી ચલણમાં જંગી ઋણ ઊભું કરવામાં પરિણમ્યો છે. સાથે આર્થિક કટોકટી અને ભારતીય રૂપિયામાં થયેલા ઘસારાએ તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.

હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણમાં 2013માં 10 મોટી કંપનીઓની નફાકારકતા ભલે દબાણ હેઠળ હોય પરંતુ ઋણ સ્તરમાં આશરે 15 ટકાનો વધારો થયો હતો એમ ક્રેડિટ સ્યુઇસનો એક અહેવાલ જણાવે છે.

ભારતીય ધનિકો દ્વારા ચલાવવામાં આવતી અને ઋણનો સામનો કરતી કંપનીઓનો તરફ એક દ્રષ્ટિ નાખીએ.

કિંગફિશર

પ્રમોટરઃ વિજય માલ્યા

નેટ વર્થઃ 800 મિલીયન ડોલર

હાઇ પ્રોફાઇલ બિઝનેસમેનમાંના એક છે યુબી ગ્રુપના ચેરમેન વિજય માલ્યા. વર્ષ 2012માં તેમનો સમાવેશ ભારતમાં 84મા સૌથી શ્રીમંત વ્યક્તિઓમાં થતો હતો, જોકે 2013માં તેમનું નામ ટોચના 100 ધનાઢ્યોમાંથી નીકળી ગયું હતું. કિંગફિશર 2005માં શરૂ કરવામાં આવ્યો હતો, તેને બન્કો, ઓઇલ કંપનીઓ, એરક્રાફ્ટ ભાડે આપનારાઓને રૂ. 7,000 કરોડ (રૂ. 70 અબજ) આપવાના બાકી હતા. જ્યારે અસંખ્ય કર્મચારીઓને તેમણે 2012થી પગાર ચૂકવ્યો ન હતો છતા માલ્યાએ પોતાની લક્ઝરી લાઇફસ્ટાઇલ જીવવાનું ચાલુ રાખ્યું હતું. 2013માં માલ્યાને તેમના કર્મચારીઓને રુ. 350 કરોડ આપવાના બાકી હોવા છતાં તેમણે ઇન્ડિયન પ્રિમીયર લીગ ઓકશનમાં રૂ. 28.70 કરોડના ખર્ચે ખેલાડીઓ ખરીદ્યા હતા.

સ્પાઇસ જેટના કલાનિધિ મારન

Learn heavy debt on companies which billionaires

સ્પાઇસજેટ

પ્રમોટરઃ કલાનિધિ મારન

નેટવર્થઃ 2.3 અબજ ડોલર

ઋણ કટોકટીનો છેલ્લો શિકાર બની હોય તેવી કંપની છે સ્પાઇસજેટ. જ્યારે તેના પ્રમોટર કલાનિધિ મારન 2.3 અબજ ડોલરની નેટવર્થ સાથે ભારતના 38મા સૌથી શ્રીમંત વ્યક્તિ છે. સ્પાઇસજેટને ઓઇલ કંપનીઓ અને એરપોર્ટ ઓથોરિટીઓને 94 મિલીયન ડોલર આપવાના નીકળે છે. તેમનું ચોખ્ખું દેવું સપ્ટેમ્બર 2014માં 230 મિલીયન ડોલર હતું.

મારન સન ટીવી નેટવર્કમાં 75 ટકા હિસ્સો ધરાવે છે અને તેમની પત્ની કાવેરી ભારતમાં સૌથી વધુ કમાતા સીઇઓમાંની એક છે. તેઓની કમાઈ વેતન, ભથ્થાઓ સહિતની રૂ. 59.89 કરોડ છે.

અદાણી એન્ટરપ્રાઇસના ગૌતમ અદાણી

Learn heavy debt on companies which billionaires

અદાણી એન્ટરપ્રાઇસ

પ્રમોટરઃ ગૌતમ અદાણી

નેટ વર્થઃ 7.1 અબજ ડોલર

પોતાની જાતે ઊભા થયેલા અબજોપતિ ગૌતમ અદાણીની 2014માં કુલ સંપત્તિમાં 4-5 અબજ ડોલરનો વધારો થયો હતો. અને તેમની કંપનીનો શેર નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં વિજય હાંસલ કરતા નવી ઊંચાઇએ સ્પર્શી ગયો હતો. નફો કરતી કંપની અદાણી પાવર 2011-12માં મંદીની ગર્તામાં ઝકડાતા કંપનીનું ઋણ સ્તર વધી ગયું હતું.

છેલ્લા બે નાણાંકીય વર્ષો (ડિસે. 2014થી ગણતા) દરમિયાનમાં અદાણી પાવરના ઋણમાં 71 ટકાનો વધારો થયો હતો એમ ક્રેડિટ સ્યુઇસ જણાવે છે. અદાણી ગ્રુપનું કુલ ઋણ 30 સપ્ટેમ્બર 2014માં રૂ. 72,632.37 કરોડ (રૂ. 725.32 અબજ) હતું, જે માર્ચ 2014માં રૂ. 7653.33 કરોડ (રૂ. 76.53 ડોલર) હતું એમ ક્રેડિટ સ્યુઇસનો એક રિપોર્ટ જણાવે છે.

અદાગના ચેરમેન અનિલ અંબાણી

Learn heavy debt on companies which billionaires

અદાગ જૂથ

પ્રમોટરઃ અનિલ અંબાણી

નેટવર્થઃ 6.3 અબજ ડોલર

અનિલ અંબાણીની રિલાયન્સ એડીએનુ વર્ષ 2013માં કુલ દેવું 24 ટકા વધી ગયું હતું એમ ક્રેડિટ સ્યુઇસ જણાવે છે. રિલાયન્સ એડીએ જૂથનું કુલ દેવું વધીને રૂ. 1,13,543.9 કરોડ (રૂ. 1.13 ખર્વ (ટ્રિલીયન))થઇ જતા સૌથી વધુ દેવું ધરાવનારી અનેક કંપનીઓમાંની એક કંપની બની ગઇ હતી.

અનેક જૂથ કંપનીઓમાંની એક એવી રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ), 31 માર્ચ 2013 સુધી રૂ. 37,478 કરોડ (રૂ. 374.78 અબજ)નું દેવુ ધરાવતી હતી. વિવિધ કંપનીઓમાં ગયેલા ભારે નુકસાનને કારણે અને ઋણમાં સતત વધારો થતો હોવાના કારણે છેલ્લા બે વર્ષમાં તેમની નેટ વર્થમાં 22-80 ટકા સુધીનું ધોવાણ થયું છે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સને ફોરેક્સ લોન મારફતે મોટા ભાગમાં ઋણાં ખરાબ અસર પડી છે.

ભારતી એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલ

Learn heavy debt on companies which billionaires

ભારતી એરટેલ

પ્રમોટરઃ સુનીલ ભારતી મિત્તલ

નેટવર્થઃ 7.8 અબજ ડોલર

સુનીલ ભારતી મિત્તલની કંપની ભારતી એરટેલ પર ખાસ કરીને તેણે આફ્રિકાની ઝૈન ટેલિકોમ ખરીદી પછી દેવું થઇ ગયું છે. ભારતના સ્પર્ધાત્મક બજારે તેમને ટેરિફમાં કાપ મુકવાની ફરજ પાડી હતી, જેના કારણે ઋણ સ્તરમા વધારો થયો હતો. 30 જૂન 2014ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરના અંતે ભારતી એરટેલનું કુલ ઋણ રૂ. 57,744.3 કરોડ (રૂ. 577.44 અબજ) હતું.

મોર્ગન સ્ટેન્લીએ કરેલી આગાહી અનુસાર ભારતીનું કુલ ઋણ 2015માં ઘટે રૂ. 40,480 કરોડ (રૂ. 404.80 અબજ) થવું જોઇએ. ભારતીય ટેલિકોમ કંપનીઓના સંચિત દેવામાં 200 ટકાનો વધારો થઇને 2012-13માં રૂ. 2.5 લાખ કરોડ સુધી પહોંચ્યું હતું, જ્યારે 2008-09માં રૂ. 82,726 કરોડના સ્તરે હતું.

વેદાંતા જૂથના અનિલ અગરવાલ

Learn heavy debt on companies which billionaires

વેદાંતા ગ્રુપ

પ્રમોટરઃ અનિલ અગરવાલ

નેટવર્થઃ 3.5 અબજ ડોલર

વેદાંતા ગ્રુપનુ કુલ દેવુ 2013માં વધીને રૂ. 99,610 કરોડ (રૂ. 996.10 અબજ) થયુ હતું. કંપનીની વાર્ષિક લોન વૃદ્ધિમાં પાચ ટકાનો વધારો થયો છે. ખોટમાં વધારો થતો હોવા છતાં અગરવાલે તેની કુલ સંપત્તિમાંથી 75 ટકાનું દાન કર્યું છે!

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,702 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>