છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર સરકારની યોજના ‘અતુલ્ય ભારત અભિયાન’ ના બ્રાન્ડ એમ્બેસેડર ને લઈને સસ્પેંસ ચાલી રહ્યું હતું. આમિર ખાન આ પદથી ખસ્યા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ‘અતુલ્ય ભારત અભિયાન’ ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બનશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ‘અતુલ્ય ભારત અભિયાન’ ના બ્રાન્ડ એમ્બેસેડરો ના નામ લગભગ નક્કી થઇ ગયા છે અને હવે તેનું નામ જાહેર કરવાનું બાકી છે, જે 26 જાન્યુઆરીએ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ‘અતુલ્ય ભારત અભિયાન’ ના નવા બ્રાન્ડ એમ્બેસેડર માટે મેગાસ્ટાર અમિતાબ બચ્ચન અને અભિનેત્રી પ્રિયંકા ચોપડા નું નામ નક્કી કર્યું છે.
બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે આ બંને નો પર્યટન મંત્રાલય પાસેથી સીધો કરાર થશે. એ પણ જણાવી દઈએ કે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા બાદ બંને પૈસા નહિ લે. ‘અતુલ્ય ભારત અભિયાન’ માટે અમિતાબ બચ્ચન પુરુષ બ્રાન્ડ એમ્બેસેડર અને પ્રિયંકા ચોપડા મહિલા બ્રાન્ડ એમ્બેસેડર બનશે. આ પહેલી તક હશે જયારે સરકાર સીધી રીતે બ્રાન્ડ એમ્બેસેડર ની ભરતી કરશે.
આ બંનેને ત્રણ વર્ષ સુધી નિમણૂક કરવામાં આવશે. અમિતાબ બચ્ચન અને પ્રિયંકા ચોપડા બંને ‘અતુલ્ય ભારત અભિયાન’ માટે પૈસા નહિ લે. નોંધપાત્ર છે કે પાછલા દસ વર્ષથી કેન્દ્ર સરકારની યોજના ‘અતુલ્ય ભારત અભિયાન’ ના અભિનેતા આમિર ખાન બ્રાન્ડ એમ્બેસેડર હતા.
તાજેતરમાં બિહાર ચૂંટણી દરમિયાન અને દાદરી કૌભાંડ ના બનાવ બાદ એક ચેનલ પર આવેલ ઈન્ટરવ્યૂમાં અસહિષ્ણુતાને લઈને આમિર ખાને જણાવ્યું હતું કે તેમની પત્ની કિરણ નું કહેવું છે કે દેશમાં અસહિષ્ણુતાનું એન્વાયર્મેન્ટ છે અને અમારે દેશ છોડીને બીજે કઈક જતું રહેવું જોઈએ.
આમિર ખાન ના આ નિવેદન પછી તેમની ચારે તરફ ટીકા કરવામાં આવી. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ‘અતુલ્ય ભારત અભિયાન’ ના બ્રાન્ડ એમ્બેસેડર ના પદેથી તેમને મુક્ત કર્યા. જોકે, કેન્દ્ર સરકારનું કહેવું છે કે તેમને કેન્દ્ર સરકાર ની તરફથી પદમુક્ત નથી કર્યા પરંતુ તેમણે કંપની ની સાથે કરેલ કરારનો સમય પૂરો થઇ ગયો છે. તેથી આમિર ખાન ને આ યોજનાથી પદમુક્ત કરવામાં આવ્યા છે. જયારે વિરોધી પક્ષે આક્ષેપ લગાવ્યો છે કે આમિર ખાને અસહિષ્ણુતા પર આપેલ વિધાનને કારણે ‘અતુલ્ય ભારત અભિયાન’ ના બ્રાન્ડ એમ્બેસેડર ના પદથી પદમુક્ત કર્યા છે