કાળા પાણીની સજા વિષે તમે સાંભળ્યું જ હશે. જયારે આપણે નાના હતા ત્યારે સમાજવિધા માં આના વિષે ભણવાનું આવતું હતું. જોકે, આપણે તેના વિષે બધું ન જાણતા હોઈએ ખાલી આ જેલ કેમ બનાવવામાં આવી અને આમાં લોકોને ક્રૂર સજા આપવામાં આવે છે તેના વિષે જ આપણે જાણતા હોઈએ છીએ.
આજે અમે તમારા માટે એક જોરદાર લેખ લાવ્યા છીએ. જેમાં તમને ચોક્કસ ઘણુબધું જાણવા મળશે. ઠીક છે, તો ચાલો જાણીએ આના વિષે….
ખરેખર ભારતનો અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ ‘કાળા પાણીની સજા’ ના નામે ઓળખાય છે. જે વ્યક્તિ અહી જાય તે ફરીવાર ક્યારેય પાછો આવતો નથી.
વૈશ્વિક સ્તર પર આ આઈલેન્ડ ખુબ જ ચર્ચિત છે. જોકે, આજે પણ આની ઘણી વધી એવી જ્ગ્યાઓ છે જ્યાં લોકો પહોચી નથી શકતા. આમાં કુલ ૫૭૨ આઈલેન્ડ છે, જેમાં ૩૬ પર જ રહેવા લાયક છે. નિકોબાર માં જવા માટે ફક્ત રીચર્સ કરનાર અને જાણીતા લોકોને જવા પર જ છુટ છે. ટુરીસ્ટ લોકોને અહી જવા પર પ્રતિબંધ છે.
૧૯૯૬માં બનેલ મલયાલમ ફિલ્મ ‘કાળા પાણીની સજા’ નું શુટિંગ અહી થયું હતું.
૨૦ ની નોટ પર (પાછળ ના ભાગે) જે જંગલ વાળો ભાગ બતાવવામાં આવ્યો છે તે અંદમાન દ્વીપનો જ છે. અંદમાન નિકોબાર ની રાજધાની ‘પોર્ટ બ્લેયર’ છે, જ્યાં અંગ્રેજો દ્વારા ભારતીય સંગ્રામ ના સૈનિકોને કેદમાં રાખવા બનાવવામાં આવી છે.
અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ પર બનેલ ‘સેલ્યુલર જેલ’ આજે પર દર્દનાક કાળા પાણીની સજા ની દાસ્તાન સંભળાવે છે. આજે આને રાષ્ટ્રીય સ્મારક માં બદલવામાં આવી છે. જોકે, બટુકેશ્વર દત્ત અને વીર સાવરકર જેવા અનેક ભારતીયોની કહાની આ જેલ સંભળાવે છે.
આમાં અંગેજો દ્વારા સજા એટલી ક્રૂર આપવામાં આવતી હતી હજારો દેશભક્ત ને મારવા માટે ફાંસી આપવામાં આવતી અને તોપો ને મોઢામાં નાખીને તેમની ક્રૂર હત્યા કરવામાં આવતી હતી.
આના વિષે સૌથી અજીબ વાત એ છે કે અહી જેટલા પણ ભારતીયો ને મારવામાં આવ્યા તેમનો કોઈ જ રેકોર્ડ અહી નથી રાખવામાં આવ્યો.
અંદમાનના પોર્ટ બ્લેયર સિટીમાં સ્થિર જેલની બહાર ચારેય દીવાલો ખુબ જ નાની છે. આ એટલી બધી નાની છે કે આને આસાનીથી કોઈપણ પાર કરી શકે છે. પરંતુ આ સ્થાન ચારેય બાજુ સમુદ્રી પાણીથી ઘેરાયેલ છે. જ્યાં સેકડો કિલોમીટર સુધી તમને પાણીને ફક્ત પાણી જ દેખાય. અહીનો અંગ્રેજ સુપરીડેંટ લોકોને કહેતો કે દીવાલો નાની બનાવવામાં આવી છે છતાં અહી એવી કોઈ જગ્યા નથી જ્યાંથી તમે ભાગી શકો.
અંગ્રેજો ને ભગાવવા માટે જાપાને સન ૧૯૪૨ માં અંદમાન નિકોબારની જેલ પર હુમલો કર્યો હતો. બાદમાં આની અંદર ‘જાપાની બંકર’ બનાવવામાં આવ્યું. ૩ વર્ષ સુધી આ જેલ પર જાપાન નો કબજો રહ્યો.
અહી બંગાળી ભાષા બોલવામાં આવે છે. આ સિવાય હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ પણ બોલવામાં આવે છે.
અંદમાન આઈલેન્ડ નો ૯૦ ટકા ભાગમાં સધન જંગલ છે. આ ભારતના કોઈ પણ રાજ્ય કરતા વધારે છે.
ભારત કરતા અંદમાન ઇન્ડોનેશિયા અને બર્મા ની વધુ નજીક છે. અંદમાન નું ઇન્ડોનેશિયા થી અંતર ૧૫૦ કિલોમીટર છે. જયારે ભારતની સીમાથી ૮૦૦ કિલોમીટર દુર છે.