શિવપુરાણ માં ભગવાન શિવ વિષે વિસ્તારમાં જણાવવામાં આવ્યું છે. શિવપુરાણ અનુસાર અલગ- અલગ વસ્તુઓ ચઢાવવાથી શિવ અલગ-અલગ ફળ આપે છે અને તમારી ઇચ્છાઓ પૂરી કરે છે.
૧. ભગવાન શિવને આંકડાના લાલ અને સફેદ ફૂલ વધુ પ્રિય છે. આ ફૂલોથી ભગવાનની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે, જેને કારણે તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
૨. ભગવાન શિવને જાસ્મિન (ચમેલી) ના ફૂલો પણ ચઢાવી શકાય છે. આ ફૂલને સાચા મનથી ચઢાવવાથી તમને વાહનનું સુખ મળશે.
૩. જો તમારા વિવાહ ન થયા હોય અને તમે એક સુંદર અને સુશીલ પત્ની ઈચ્છતા હોવ તો ભગવાન શિવને બેલાના ફૂલો ચઢાવો.
૪. જો તમે ચાહતા હોવ કે માતા અન્નપૂર્ણા તમારા ઘરથી ક્યારેય ન જાય તો ભગવાન શિવને જુહીના ફૂલ અર્પણ કરો.
૫. શિવપુરાણ અનુસાર કોઈને કોઈ ફૂલથી કોઈને કોઈ ફળ તો અવશ્ય જ મળે છે. કરેણના ફૂલને ભગવાનની સામે અર્પણ કરવાથી તમને નવા કપડાનું સુખ મળે છે.
૬. જો તમે ચાહતા હોવ કે તમારી મિલકતો દિવસ ને દિવસે વધતી રહે તો ભગવાન શિવને હરસિંગાર ના ફૂલો અર્પણ કરો.
૭. જો તમે સંતાન પ્રાપ્તિ ઈચ્છતા હોવ અને તમે પુત્ર ચાહતા હોવ તો ભગવાન શિવને ધતુરાના ફૂલ ચઢાવો.
૮. જયારે પણ તમે શિવની પૂજા કરો તો ઘાસ અવશ્ય અર્પણ કરો, કારણકે આનાથી તમારી ઉમર વધશે.