પ્રાચીન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં કપૂરનું મહત્વ જણાવવામાં આવ્યું છે. જયારે પણ કપૂરની વાત આવે ત્યારે આપણે ફક્ત પૂજા પાઠની જ વાતો કરીએ છીએ. જોકે, પૂજા પાઠ સિવાય પણ અનેક ટોટકાઓ છે જેને આપણે જાણતા નથી હોતા. તો ચાલો જાણીએ….
* જો તમે ઘરના અને ઓફીસના વાસ્તુદોષ દુર કરવા માંગતા હોવ તો જ્યાં પણ દોષ હોય ત્યાં કપૂરની ગોળી લગાવી દો. જો આ ગોળીઓ ગળી જાય તો નવી ગોળી મુકવી. આ રીતે સમયસર આની ગોળીઓ મુકતા રહો. જેથી ઘર/ઓફીસ નો વાસ્તુદોષ દુર થશે.
* આકસ્મિક ઘટના કે દુર્ઘટના નું કારણ રાહુ, કેતુ અને શનિ હોય છે. આના માટે રાત્રે હનુમાન ચાલીસા નો પાઠ વાંચ્યા બાદ કપૂરની ગોળી સળગાવવી. જોકે, પ્રતિદિન જેમના ઘરમાં કપૂર સળગતું હોય તેમને આ સમસ્યા નો સામનો નથી કરવો પડતો.
* કપૂર ઘરમાં પોઝીટીવ ઉર્જાનું સંચાર કરે છે. રોજ ઘરમાં કપૂર સળગાવવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. શોધ કરતા એ જાણવા મળ્યું છે કે આની ગંધથી જીવાણું, વિષાણું વગેરે બીમારી ફેલાવનાર જીવ નષ્ટ થાય છે.
* વિવાહ માં આવતી રૂકાવટ ને કારણે લગ્ન થવામાં વિલંબ થાય છે. આ એક કારગર ઉપાય છે. આના માટે ૩૬ લવિંગ અને ૬ કપૂરની ગોળીઓ લો. હવે આમાં હળદર અને ચોખા મેળવીને આને દુર્ગા માતા ને આહુતિ દો. આમ કરવાથી તમારી આ સમસ્યા દુર થશે.
* જો તમે તમારું ભાગ્ય ચમકાવવા માંગો છો તો આના માટે ૧૨ સાબુદાણા ઓ લઇ કપૂરની મદદથી સળગાવી દો. આ ટોટકાને અજમાવવા કોઈ પણ દિવસ તમે પસંદ કરી શકો છો.
* જો તમારા ઘરમાં કાયમ કોઈને કોઈ બીમાર રહેતું હોય તો શનિવારે કપૂરનું તેલ લઇ તેના થોડાક ટીપાઓ પાણીમાં નાખો. હવે આ પાણીથી હરરોજ બીમાર વ્યક્તિને સ્નાન કરાવવું. કપૂર ના આ ટોટકાથી ઘરમાં બીમારી ઓછી થશે.