જાણો… કઈ ઘાતુઓના વાસણોમાં ભોજન કરવું જોઈએ અને શેમાં નહિ!!

copper_chefs-set

આજકાલ રસોઈ બનાવવામાં માટે ટેકનોલોજી બદલાતી હોવાથી નવા નવા કુકવેર માર્કેટમાં અવેઈલેબલ હોય છે. જો પ્લાસ્ટિકના વાસણમાં ભોજન કરવાથી તે આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનદેહ છે તેવી રીતે કયા-કયા પ્રકારની ધાતુના વાસણોમાં ભોજન કરવું જોઈએ અને શેમાં નહિ તે અહી જણાવેલ છે.

કેવા વાસણોમાં ભોજન કરો છો તેની અસર ચોક્કસ આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેથી ઘ્યાનમાં રાખીને ભોજન કરવું જોઈએ.

સોનું

સોનાના વાસણમાં ભોજન કરવાથી શરીરની અંદરનો અને બહારનો ભાગ કઠોર, બળવાન, તાકતવર બને છે. સાથે જ સોનાના વાસણમાં ભોજન કરવાથી આંખોની રોશની પણ વધે છે. આ એક મોંધી ઘાતું છે. પહેલાના જમાનામાં આ સોના/ચાંદીના વાસણોનો ઉપયોગ રાજા-મહારાજાઓ કરતા હતા.

ચાંદી

ચાંદી પણ મુલ્યવાન એવી બીજા નંબરની ધાતુ છે. આને ઠંડી ધાતુ માનવામાં આવે છે કારણકે આનાથી શરીર શાંત રહે છે. આ પાત્રમાં ભોજન કરવાથી આંખો સ્વાસ્થ્ય રહે-રોશની વધે, પિત્તદોષ, કફ અને વાયુદોષ નો રોગ દુર થાય છે.

પિત્તળ

માનવામાં આવે છે રોજ સવારે વહેલા ઉઠીને પિત્તળના ગ્લાસમાં મુકેલ પાણી પીવાથી સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત રહે છે. પિત્તળના વાસણોમાં જમવાથી કૃમિ રોગ, કફ, વાયુદોષ સિવાયના અન્ય રોગો દુર થાય છે.

લોઢું

ઘણા ના ઘરોમાં લોઢાના વાસણોમાં ભોજન બનાવવામાં આવે છે. આમાં બનાવેલ ભોજનો સ્વાદિષ્ટ હોય છે. આ ઘણા બધા રોગોને નષ્ટ કરે છે. આનાથી પાંડુરોગ, શરીરના સોજા, કમળો વગેરે રોગો દુર થાય છે.

54ff287691ac6-wearever-cook-strain-nonstick-cookware-0411-xl

નોનસ્ટીક

અત્યારના મોર્ડન જમાનામાં લોકો વધુને વધુ નોનસ્ટીકનો ઉપયોગ કરે છે. જોકે, આનાથી સ્વાસ્થ્યને જરા પણ ફાયદો થતો નથી. નોનસ્ટીકમાં ભોજન બનાવવાથી ફક્ત ઓઈલ/ઘી જ ઓછુ વપરાય છે એ ફાયદો થાય છે. રસોઈ બનાવતી વખતે આનાથી નીકળતો પોલીટેટ્રાફ્લુરો ઈથેલીન ગેસ માનવી સિવાય જાનવરો માટે પણ ઘાતક છે.

માટીના વાસણો

ગામડાના લોકો મોટાભાગે માટીના વાસણોમાં ભોજન બનાવતા હોય છે. તમે આમાં પણ બનાવી શકો છો. આમાં દાળ ૨૦ મિનીટમાં જ બફાઈ જાય છે. આ વાસણોમાં બનાવેલ ભોજન ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. આનાથી જીવનભર સ્વાસ્થ્ય તમારું જળવાઈ રહેશે.

સ્ટીલ

સ્ટીલના વાસણો કાર્બન અને ક્રોમિયમ ની ધાતુઓ મળીને બને છે. આના વાસણો ખૂબ સસ્તા આવે છે, જોકે આનો ઉપયોગ કરતા લોકો પણ વધારે છે. જો ફૂલ તાપે આમાં ભોજન બનાવવામાં આવે તો આમાં રહેલ કેમિકલ રીએક્ટ કરે છે. આનાથી સ્વાસ્થ્યને નુકશાન થાય છે. તમે આમાં ભોજન ભરી શકો છો, પણ કુક નહિ.

એલ્યુમિનિયમ

એલ્યુમિનિયમ માં ભોજન બનાવવાથી શરીરને નુકશાન થાય છે. આ ભોજનમાંથી કેલ્શિયમ, આયરન ને શોષી લે છે તેથી આપણા હાડકાઓ કમજોર પડી જાય છે. આનાથી તમને કીડની ફેલ, અસ્થમા, વાત્તરોગ, અસ્થમા વગેરે રોગો થઇ શકે છે.

Comments

comments


11,073 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 2