ઈરાન ભારત દેશની સર્વાધિક નજીક રહેલ દેશ છે. ક્યારેક ઈરાનની તરફથી ભારતમાં વિદેશી હુમલો થતો હતો. ઈરાન ને ભારત સાથે ખુબ જુના સંબંધ રહેલ છે તો પ્રાચીન સમયથી જ ઈરાન યુરોપ સાથે પણ જોડાયેલ છે. આજે અમે તમને ઈરાન વિષે કેટલીક રસપ્રદ બાબતો જણાવવાના છીએ જેને જાણી ને તમે ચોકી જશો.
1. ઈરાનની સંસ્કૃતિ અન્ય પ્રાથમિક સંસ્કૃતિની જેમ નથી. ઈરાનમાં સિવિલાઈઝેશન (સંસ્કૃતિ) નો જૂનો ઈતિહાસ રહેલ છે. અહી મોટા-મોટા સામ્રાજ્ય રહેલ છે તો ક્રૂર શાસકોનો દેશ પણ ઈરાન રહેલ છે. અહી કૃષિ અને પ્રારંભિક શહેરીકરણ 5000 વર્ષ પહેલાથી જ થઈ ગયુ હતો.
2. ઈરાન માં જુનું રાન પર્શિયા અથવા પર્શિયાના છે. ઈરાનમાં મેદી સામ્રાજ્ય સૌથી મહત્વપૂર્ણ છે.
3. ફારસી ભાષામાં ઈરાન નો શાબ્દિક અર્થ છે ‘આર્યો ની જમીન’. ઈરાનનું સત્તાવાર નામ છે ઇસ્લામીક રીપબ્લીક ઓફ ઈરાન, જે 11 ફેબ્રુઆરી 1979 માં ઇસ્લામિક ક્રાંતિ પછી અસ્તિત્વમાં આવ્યું હતું. ઈરાન ને 1935 સુધી આખી દુનિયા ફારસ (પર્શિયાના) ના નામથી જ જાણતી હતી.
4. ઈરાનની સત્તાવાર ભાષા ફારસી છે, જેનો ઉપયોગ શિક્ષણ, વહીવટ અને વ્યાવસાયિક જીવનમાં મુખ્યત્વે થાય છે. ઈરાનમાં અજેરી, કુર્દિશ, અરેબીક અને આર્મેનિયન ભાષાઓ પણ બોલવામાં આવે છે.
5. ફારસી ભાષાનો ઉપયોગ ઇરાનના કઝાકિસ્તાન અને અફઘાનિસ્તાન માં આજે પણ થાય છે. લગભગ 200 વર્ષ પહેલાં ફારસી ભાષા ભારતના સામ્રાજ્યોની સત્તાવાર ભાષા પણ હતી. ખાસકરીને મુઘલ અને અન્ય મુસ્લિમ સામ્રાજ્ય ની.
6. ઈરાન ક્ષેત્રફળ (વિસ્તાર) ની દ્રષ્ટિએ દુનિયાનો 18 મો સૌથી મોટો દેશ છે. જયારે 80 મિલિયન વસ્તી સાથે પણ ઈરાન નું 18મુ સ્થાન છે.
7. ઈરાન દુનિયામાં બીજા નંબરનો સૌથી મોટો કુદરતી ગેસ ઉત્પાદક છે, જયારે ત્રીજો ઓઇલ રીજર્વ છે.
8. ઈરાન સરહદો 10 દેશોને મળે છે. જેમાં આર્મેનિયા, અઝરબૈજાન, તૂર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઓમાન, યુએઇ, કુવૈત, ઇરાક અને તુર્કી છે.
9. ઈરાનમાં જો તમને કોઈ ના ઘરે જવાનું આમંત્રણ મળ્યું છે તો દરવાજા પર જ જોઈ લેવું કે તે વ્યક્તિએ ઘરમાં ચંપલ અથવા સેન્ડલ પહેર્યા છે કે નહિ. જો ન પહેર્યા હોય તો દરવાજા પર જ ચંપલ ઉતારી દેવા.
10. ઈરાની ઘરોમાં ટેબલ અને ખુરશીઓ નથી હોતી. અહી લોકો જમીન પર બેસીને ભોજન કરે છે અને અલગ પ્રકારના ગાદલા નો ઉપયોગ કરે છે.
11. ઈરાનમાં સેટેલાઈટ ટેલિવિઝન પર પ્રતિબંધ છે. પરંતુ, ડીટીએચ ની મારફતે ઘણા લોકો મનોરંજન કરે છે.
12. ઇરાનમાં વર્તમાન ધ્વજમાં 3 રંગો છે, જેનો 1980 માં સ્વીકાર કરવામાં આવ્યો હતો. આમાં લીલો, સફેદ અને લાલ રંગ છે. લીલો રંગ વિકાસ અને ઇસ્લામનું પ્રતીક છે, તો વ્હાઇટ રંગ ઈમાનદારી અને શાંતિનું, લાલ રંગ હિંમત અને શહીદીનો છે. જેમાં સફેદ પટ્ટીની વચ્ચે અલ્લાહ શબ્દ લખેલ છે.
13. ઇરાન દુનિયાના યુવા દેશો માંથી એક છે. ઇરાનમાં જે લોકો વિવાહ નથી કરતા તે પોતાના પરિવારની સાથે જ રહે છે.
14. ઈરાનમાં લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે 1 કલાક નું લેક્ચર સાંભળવું પડે છે, જે ગર્ભનિરોધક પર હોય છે. ઈરાનમાં 13-15 વર્ષ ની ઉપરની છોકરીઓ એ હિજાબ પહેરવો અનિવાર્ય છે. જયારે પુરુષો કોઇપણ પ્રકારના યોગ્ય કપડાં પહેરી શકે છે.
15. ઈરાની બિલાડીની પ્રજાતિઓ, દુનિયામાં બિલાડીની સૌથી જૂની પ્રજાતિ છે. જેના શરીર પર મોટા વાળ છે, જેથી તે ઠંડીમાં પોતાની રક્ષા કરી શકે.
16. ઈરાનનું ચલણ રીયાલ છે. આ દેશની કુલ જીડીપી 987,1 બિલિયન ડોલર (2013) છે.
17. ઈરાન અને ઇરાક વચ્ચે સપ્ટેમ્બર 1980 થી ઓગસ્ટ 1988 સુધી યુદ્ધ ચાલ્યું, જે વીસમી સદીનું સૌથી લાંબુ યુદ્ધ હતું.
18. ઈરાનમાં કારુન નામની ફક્ત એક જ નદી છે. અહી ફક્ત ટૂંકા અંતર માટે જ જળમાર્ગ નો ઉપયોગ થાય છે.