જાણો ઈમોજીસ વિષે થોડી રસપ્રદ વાતો

interesting facts about emojis in gujarati |  Janvajevu.com

સોશીયલ નેટવર્કિંગ સાઈટ પર લોકો સાથે વાત કરો અને ઈમોજીસ નો ઉપયોગ ન કરો તેની કલ્પના પણ ન કરી શકાય. જો તમારો લવર તમારાથી ગુસ્સે થાય તો ઈમોજી વગર સોરી કહેવું એ પણ વધાર કર્યા વિનાની દાળ જેવું ફિક્કું લાગે છે. આવી રીતે ઈમોજી એ આપણા જીવનનો અટુટ હિસ્સો બની ગયો છે. ગુસ્સો કરવો, પ્રેમ બતાવવો કે પછી વ્યવસાય દર્શાવવો વગેરે આજે બધી જગ્યાએ ઈમોજી નો ઉપયોગ થાય છે.

ઈમોજી ઉપયોગ કરનાર વ્યક્તિ હોય છે ફ્લટી

interesting facts about emojis in gujarati |  Janvajevu.com

એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે જે લોકો આવા પ્રકારની ઈમોજી રોજ ઓનલાઇન ચેટિંગ માં સૌથી વધુ પ્રયોગ કરે છે, સ્વાભાવિક રીતે તે લોકો ફ્લટી અને સેક્સી મનોસ્થિતિ ના હોય છે. માત્ર આટલું જ નહિ 5675 અમેરિકી નાગરિક જેમની ઉંમર 18 વર્ષની હતી તેના પણ સર્વેક્ષણ કરવામાં આવ્યું કે, તેમણે તેમની પ્રથમ ડેટ પર જવાની તક કેવી રીતે મળી અને અને તેનું પરિણામ આવ્યું કે 31% લોકો ઓનલાઇન ના માધ્યમે રિલેશનશિપ માં આવ્યા. એટલે કે આ એ લોકો હતા જેમણે પોતાની વાતોમાં ફ્લટી ઈમોજીસ નો સૌથી વધુ ઉપયોગ કર્યો હતો.

શીગેતાકા કુરીતા એ કરી હતી ઈમોજી ની શોધ

interesting facts about emojis in gujarati |  Janvajevu.com

ફેબ્રુઆરી 1999 માં શીગેતાકા કુરીતા નામ ના વ્યક્તિ એ પહેલી વાર ઈમોજીસ ને ડીઝાઇન કરી હતી. આ વાત એ સમયની છે જયારે શીગેતાકા કુરીતા ડોકોમો કંપની માં પ્રથમ મોબાઇલ ઇન્ટરનેટ સિસ્ટમ બનાવવા જઈ રહ્યા હતા. તે સમયે શીગેતાકા ને આ વિચાર ચાઇનીઝ કાર્ટુન મંગા પાસેથી અને કેટલીક સ્ટ્રીટ સાઇન ના માધ્યમે આવ્યો હતો. તેમણે વિચાર્યું કે આપણી ભાવનાને વ્યક્ત કરવા માટે કોઈ સિમ્બોલ, જે કોઈ વિશેષ સમુદાયને વ્યક્ત કરતો ન હોય તેવી એક ઈમોજી બનાવી શકાય છે અને શીગેતાકા એ પહેલી વાર ઈમોજીસ ને ડીઝાઇન કરી.

ટીયર ફેસ વાળો ઈમોજી થયો સૌથી પ્રસિદ્ધ

interesting facts about emojis in gujarati |  Janvajevu.com

ઈમોજી ટ્રેકરના માધ્યમે ખબર પડે છે કે સૌથી વધારે કયા ઈમોટીક્સ નો ઉપયોગ થયો છે અને એ છે ટીયર ફેસ વાળો ઈમોટીક્સ. ઓક્સફર્ડ ડિક્શનરી એ પહેલી વાર ઈમોટીક્સ ને શબ્દ માટે ડિક્શનરી માં શામેલ કરી ઇતિહાસ રચી નાખ્યો. ઓક્સફર્ડ ડિક્શનરી કૉર્પસ ની માહિતી મુજબ ઈમોજી શબ્દ 1997માં જ આવી ગયો હતો પરંતુ, તેનો ઉપયોગ 2015 માં સૌથી વધુ જોવા મળ્યો અને સર્વે માં જાણવા મળ્યું કે ટીયર ફેસ વાળા ઈમોજીનો ઉપયોગ સૌથી વધુ થયો. એટલા માટે એક ઈમોજીને ભાષામાં કાયમીરૂપે સમાવેશ કરવામાં આવ્યો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,058 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 20

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>