જાણો… ઇન્ટરનેટ વિષે રોચક અને જાણવા લાયક વાતો….

Internet-750x400

આજે ઇન્ટરનેટ વગર લોકોનું જીવન શક્ય જ નથી. ઇન્ટરનેટને કારણે કરોડો લોકો ઘરે બેઠા કામ કરી શકે છે. જો ઇન્ટરનેટ ન હોત તો તમે આ લેખ પણ ન વાંચી શકો, ખરું ને?. આજે આના કારણે કદાચ બધી વસ્તુઓ પોસીબલ બને છે.

કોઈપણ પ્રકારની જાણકારીઓ આપણે એક પળમાં જ ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત કરી શકીએ છીએ. ઇન્ટરનેટનો પ્રભાવ દુનિયામાં કેટલો છે તેને શબ્દોમાં ન સમજી શકાય. ઇન્ટરનેટમાં મોટા ભાગે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ઇન્ટરનેટમાં તમે ઇન્ટરનેટ ફોરમ, વેબલોગ, માઇક્રોબ્લોગીંગ, વિકીઝ, સોશિયલ નેટવર્ક, બ્રોડકાસ્ટ, ચિત્રો, ચલચીત્રો વગેરે જે પણ સામગ્રીઓ આવે છે તમે તેનો ઉપયોગ કરી શકો છો.

*  ઇન્ટરનેટ પર ૮૦૦ મિલિયન કરતા પણ વધુ વેબસાઈટ છે, જેમાં ૩૬૦ મિલિયન કરતા પણ વધુ બ્લોગ છે.

*  ઇન્ટરનેટમાં સોશિયલ મીડિયા એક એવો અલગ ભાગ છે જેમાં ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટમ્બલર, પીન્ટરેસ્ટ વગેરે હોય છે. આમાંથી મોટાભાગના લોકો ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ નો ઉપયોગ કરતા હોય છે.

*  લગભગ બધા લોકો ફેસબુક થી પરિચિત જ હશે. ફેસબુકમાં જે રીતે તમે પોસ્ટ કરો, મેસેજીસની આપલે કરી શકો તેવું જ ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ માં પણ થાય છે.

*  ફેસબુકને સૌથી વધુ લોકો ઉપયોગ કરે છે. જો ફેસબુક એક દેશ હોત તો જનસંખ્યાની દ્રષ્ટિએ તે દુનિયાનો ત્રીજો સૌથી મોટો દેશ ગણાત.

*  દુનિયાના ૧૯ ટકા લગ્નો ઇન્ટરનેટના માધ્યમે જ થાય છે. ઇન્ટરનેટ લગ્ન કરાવવાનું એક સફળ માધ્યમ બનતું જાય છે.

download

*  દુનિયાભરના ઇન્ટરનેટમાં ફેલાયેલ તમામ સામગ્રીઓ માંથી ૩૭ ટકા ભાગ ફક્ત પોર્નોગ્રાફી (પોર્ન) નો જ છે.

*  યુટ્યુબ પર સૌથી વધુ જો કોઈ વિડીયો જોવાયો હોય તો તે છે ‘ગંગનમ સ્ટાઈલ’ છે આને અત્યાર સુધી 2,573,367,187 વાર જોવામાં આવ્યો છે.

*  ઈન્ટરનેટ પર પ્રત્યેક સેકંડમાં લગભગ 24,00,000 ઈમેલ મોકલવામાં આવે છે.

*  WhatsApp પર પ્રત્યેક સેકંડમાં લગભગ 2,50,000 મેસેજ મોકલવામાં આવે છે.

*  YouTube પર પ્રત્યેક સેકંડમાં લગભગ 1,00,000 વિડીયો જોવામાં આવે છે.

*  Google પર પ્રત્યેક એક સેકંડમાં લગભગ 60,000 થી વધુ સર્ચ કરવામાં આવે છે.

*  Facebook પર પ્રત્યેક સેકંડમાં લગભગ 50,000 કરતા વધુ લાઈક્સ કરવામાં આવે છે.

*  Twitter પર પ્રત્યેક સેકંડ 10,000 ટ્વીટ કરવામાં આવે છે.

*  Instagram પર પ્રત્યેક સેકંડમાં 2000 ફોટોસ અપલોડ કરવામાં આવે છે.

*  Skype પર પ્રત્યેક સેકંડમાં 1900 સ્કાઇપ કોલ કરવામાં આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,571 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 28

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>