જાણો દુનિયા ના અબજોપતિ ના પુત્રી પુત્રો વિષે

અબજપતિઓના પુત્ર કે પુત્રીનું જીવન કેવું હશે તેની ફક્ત કલ્પનાજ થઇ શકે. તમે કદાચ તેમને જાહેર જીવનમાં જોઇ શકશો નહી, કેમ કે તે બધા જ ઝાકઝમાળ અને મીડિયાથી તો ખાસ્સા દૂર રહે છે.

આમાંના કેટલાક સંતાનો તેમના વારસાગત કારોબારને આગળ ધપાવી રહ્યા છે અને કેટલાકે અન્ય માર્ગ અપનાવ્યો છે. પરંતુ આ દરેક સંતાનો મલ્ટિ બિલીયન ડોલર કંપનીઓના બોસ બની જશે તેમાં નવાઇ નથી. આપણે આ યુવા અબજોપતિઓ પર એક નજર નાખીએ.

આકાશ, ઇશા અને અનંત અંબાણી

Learn sons and daughters of the Indian billionaire was not nothing!

ભારતીય ધનાઢ્ય મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ત્રણ સંતાનો આકાશ, ઇશા અને અનંત અંબાણી છે. તમે તેમને ઘણીવાર તેમની માતા સાથે આઇપીએલની મેચમાં જોયા હશે. ઇશા અંબાણી ફક્ત 16 વર્ષની વયે જ 2008માં ફોર્બ્સની યાદીમાં ટોપ ટેનમાં હતી. ઇશા શાળામાં સ્ટુડન્ટ બોડી કાઉન્સિલની પ્રેસિડન્ટ હતી તેમજ ફૂટબોલ ટીમની પ્લેયર પણ હતી. હાલમાં તે યેલ યુનિવર્સિટીમાં બીજા ક્રમે આવી છે અને સાયકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝમાં ટોચ પર છે. આકાશ અંબાણી આ ત્રણેયમાં સૌથી મોટો છે અને અહેવાલોનું માનીએ તો આકાશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અગત્યના સોદાઓ પર સહી કરી છે.

આદિત્ય મિત્તલ

Learn sons and daughters of the Indian billionaire was not nothing!

લક્ષ્મી મિત્તલના પુત્ર આદિત્ય મિત્તલ વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલર મિત્તલમાં સીએફઓ છે તેમજ તેઓ ફ્લેટ કાર્બન યુરોપ, ઇન્વેસ્ટર રિલેશન અને કોમ્યુનિકેશન્સની પણ જવાબદારી સંભાળે છે. આર્સેલર મિત્તલ સાથે મર્જર થયું તે પહેલા ઓક્ટોબર 2004થી લઇને 2006 સુધી તે મિત્તલ સ્ટીલમાં સીએફઓ હતો. તે કંપનીની એક્વિઝીશન વ્યૂહરચનામાં મહત્ત્વનો ભાગ ભજવે છે જેના પરિણમે મિત્તલ સ્ટીલે સેન્ટ્રલ યુરોપ, આફ્રિકા અને અમેરિકામાં વિસ્તરણ કર્યું છે. આદિત્યને સીએનબીસી યુરોપ દ્વારા ‘યુરોપીયન બિઝનેસ લિડર ઓફ ધ ફ્યુચર’નો એવોર્ડ અપાયો હતો.

વનિશા મિત્તલ ભાટીયા

Learn sons and daughters of the Indian billionaire was not nothing!

વનિશા મિત્તલ ભાટીયા લક્ષ્મી મિત્તલની પુત્રી છે જે તેમનું બીજુ સંતાન છે. વનિશાએ વિશ્વમાં સૌથી ખર્ચાળ લગ્ન કર્યા ત્યારે ભારે પ્રકાશમાં રહી હતી. તેના પિતા લક્ષ્મી મિત્તલે તેના લગ્નમાં 60 મિલીયન ડોલરનો ખર્ચ કર્યો હતો. તેણીના લગ્ન લંડન સ્થિત ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અમિત ભાટીયા સાથે થયા છે. તેમાં ઔદ્યોગિક હસ્તીઓ ઉપરાંત ઐશ્વર્યા રાય, અક્ષય કુમાર, શાહરૂખ ખાન, સૈફ અલી ખાન, રાની મુખર્જી પણ હાજર રહ્યા હતા. વનિશા યુરોપીયન બિઝનેસ સ્કુલની બિઝનેસ એડમિનીસ્ટ્રેશનની સ્નાતક ડિગ્રી ધરાવે છે અને સાઇથ એશિયન સ્ટડીઝમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે.

જય અનમોલ અને જય અંશુલ અંબાણી

Learn sons and daughters of the Indian billionaire was not nothing!

આ બન્ને રિલાયન્સ ધીરુભાઇ અંબાણી ગ્રુપના વડા અનિલ અંબાણીના પુત્રો છે. બન્નેએ લંડન સેવન ઓક્સ સ્કુલમાં શિક્ષણ લીધુ છે. અનમોલ અને અંશુલ એડીએજીમાં જોડાનાર છે.

સિદ્ધાર્થ માલ્યા

Learn sons and daughters of the Indian billionaire was not nothing!

સિદ્ધાર્થ માલ્યા વિશે આમ તો ઘણું બધુ લખાઇ ગયું છે. તે કિંગ ઓફ ગુડ ટાઇમ્સ વિજય માલ્યાનો પુત્ર છે. માલ્યાઝ, પિતા અને પુત્ર બન્ને પોતાની વૈભવી જીવનશૈલી માટે જાણીતા છે. કિંગફિશર જ્યારે સંકટમાં હતી ત્યારે પણ સિદ્ધાર્થ ક્રિકેટ, સંસદ અને ફોર્મ્યુલા વનમાં વ્યસ્ત હતો. તે હવે ટૂંક સમયમાં નાના પડદા પર આગમન કરનાર છે, જેમાં તે ‘હંટ ફોર ધ કિંગફિશર કેલેન્ડર ગર્લ’ની ચતુર્થ સીઝનને હોસ્ટ કરશે અને જજ રહેશે.

રોશની નાદર

Learn sons and daughters of the Indian billionaire was not nothing!

રોશની નાદર એચસીએલ કોર્પોરેશનની એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને સીઇઓ છે. તે એચસીએલના સ્થાપક શિવ નાદરનું એકનું એક સંતાન છે. રોશની ક્લાસિકલ મ્યુઝિકમાં નિપુણ છે. તેને પ્રવાસ કરવાનો શોખ છે અને યોગામાં પણ રસ ધરાવે છે. કોર્પોરેટ વંશજ રોશની એચસીએલ કોર્પોરેશન અને શિવ નાદર ફાઉન્ડેશનમાં વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ, વૈશ્વિક દેખાવ અને સમર્પિત જુસ્સાનું યોગદાન આપે છે. તેણી ઉત્તરપ્રદેશમાં વિદ્યાજ્ઞાન સ્કુલ્સમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જે આર્થિક રીતે પછાત બાળકોને મફત,વૈશ્વિક કક્ષાનું શિક્ષણ પૂરું પાડે છે.

રિશાદ પ્રેમજી

Learn sons and daughters of the Indian billionaire was not nothing!

રિશાદ પ્રેમજી વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીના સૌથી મોટા પુત્ર છે. તે કંપનીમાં ચીફ સ્ટ્રેટેજી ઓફિસર (સીએસઓ) પણ છે અને ધીમે ધીમે ભારતની અગ્રણી સોફ્ટવેર કંપનીનો હવાલો સંભાળી રહ્યો છે. 34 વર્ષના રિશાદે હાર્વર્ડ બિઝનેસ સ્કુલ, લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સ અને અમેરિકામાં વેસ્લી યુનિવર્સિટીમાં શિક્ષણ લીધુ છે. તે 2007માં કંપનીમાં બિઝનેસ મેનેજર તરીકે જોડાયો હતો અને 2010માં તેને પ્રમોશન આપીને સીએસઓ બનાવી દેવામાં આવ્યો હતો. તેણે તેની કોલેજની મિત્ર અદિતિ સાથે લગ્ન કર્યા છે. તેને ર્હિયા અને રોહાન નામના બે બાળકો છે.

પિયા સિંઘ

Learn sons and daughters of the Indian billionaire was not nothing!

પિયા સિંઘ ડીએલએફ રિયલ્ટી ચેરમેન કે.પી. સિંઘની પુત્રી છે. તેણીએ વ્હેર્ટોન સ્કુલ, યુનિવર્સિટી ઓફ પેનસિલ્વેનીયા, અમેરિકામાંથી અંડર ગ્રેજ્યુએટ કર્યું છે. તેણીએ ન્યુયોર્ક યુનિવર્સિટી ખાતે છ સપ્તાહ ફિલ્મ મેકીંગનો કોર્સ પણ કર્યો છે. તેણી હાલમાં ડીએલએફ એન્ટરટેઇનમેન્ટ વેન્ચર, ડીટી સિનેમા અને ગ્રુપના રિટેલ બિઝનેસ ડેલએફ રિટેલ ડેવલપર્સ લિમીટેડમાં ચેરમેન તરીકેની ભૂમિકા બજાવે છે.

અશની બિયાણી

Learn sons and daughters of the Indian billionaire was not nothing!

અશની ફયુચર ગ્રુપના સ્થાપક અને સીઇઓ કિશોર બિયાણીની પુત્રી છે. અશની છેલ્લા ચાર વર્ષથી આ બિઝનેસ સંભાળી રહી છે. તેણીએ ડિઝાઇન મેનેજમેન્ટ પારસન્સમાંથી કર્યું છે અને સ્ટેનફર્ડ ખાતે બિઝનેસ પોગ્રામ કર્યો છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,943 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 6 =