ભારતીય અબજોપતિઓ ના પ્રાઇવેટ જેટ વિષે જાણો

અત્યંત શ્રીમંત વ્યક્તિઓના જીવન તેમની શ્રીમંતાઇ જેટલા જ ભવ્ય હોય છે અને લાઇફસ્ટાઇલ પણ બહુ મોંઘી હોય છે. તેઓ અતિ વૈભવી હોટેલોમાં રોકાય છે. દેખીતી રીતે જ તેમની મુસાફરી કરવાની અલગ શૈલી હોય છે અને ભારે આરામદાયક પણ હોય છે. ભારતના અત્યંત વ્યસ્ત અને સફળતાના શિખરો સુધી પહોંચી ગયેલા ઉદ્યોગપતિઓ માટે તેમનું કામ સમયસર થવુ અગત્યનું હોય છે. સાથે આવી વ્યક્તિનો કારોબાર દેશ વિદેશમાં ફેલાયેલા હોય છે અને તેઓ જ્યારે મુસાફરી કરતા હોય ત્યારે આરામદાયક હોય અને પોતાને પૂરતી જગ્યા અને હળવાશ મળી રહે તેવું ઇચ્છે છે. તેથી જ તેઓ પ્રાઇવેટ જેટ્સ રાખે છે. અહીં કેટલાક ભારતીય અને ભારતીય મૂળના અબજોપતિ સાથે તેમના પ્રાઇવેટ જેટની વાત કરવામાં આવી છે.

મુકેશ અંબાણી

Learn how the Indian billionaires private jet is gorgeous!

મુકેશ અંબાણીએ ભલે વેતનમાં કાપ કર્યો હોય, પરંતુ તેમણે તેમની લક્ઝરી મુસાફરીમાં બિલકૂલ કાપ મુક્યો નથી. તેઓ બોઇંગ બિઝનેસ જેટ 2 (BBJ2) ધરાવે છે જેની કિંમત છે 62.5 મિલીયન ડોલર! જેટના ઇન્ટેરિયરને ખાનગી સ્યુટને અનુકૂળ ઇન્ટેરિયરમાં અને હાઇ ટેક બિઝનેસ રુમમાં ફેરવવામાં આવ્યું છે. આ જેટ વિશ્વનું અત્યંત ખર્ચાળ જેટ છે.

લક્ષ્મી મિત્તલ

Learn how the Indian billionaires private jet is gorgeous!

ભારતીય મૂળના ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ, મિત્તલ સ્ટીલના ચેરમેન છે અને વિશ્વમાં ટોચની પાંચ શ્રીમંત વ્યક્તિઓ પૈકીના એક છે. તેમના બિઝનેસના વિસ્તરણ પ્રકારને જોતા તેઓ દરરોજ ત્રણ દેશોની મુસાફરી કરતા હોય છે. પોતાની મુસાફરી અત્યંત આરામદાયક રહે તે માટે લક્ષ્મી મિત્તલે પોતાના માટે ગલ્ફસ્ટ્રીમ G550 38 મિલીયન ડોલરમાં ખરીદ્યું છે. જેટ ટ્વીન રોલ્સ રોયસી ટર્બોફેન એન્જિન્સથી સજ્જ છે.

અતુલ પુંજ

Learn how the Indian billionaires private jet is gorgeous!

અતુલ પુંજ, એન્જિનીયરીંગ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રની માંધાતા કંપની પુંજ લોઇડના સ્માર્ટ ચેરમેન છે. તેઓ 32.5 મિલીયન ડોલરના ગલ્ફસ્ટ્રીમ IVમાં પોતાની બિઝનેસ મુસાફરી કરે છે. આ એરક્રાફ્ટ ગલ્ફસ્ટ્રીમ II અને IIIનું વધુ સારુ વર્ઝન છે અને ફક્ત પુંજ માટે જ તેમાં બે લક્ઝરી પથારી રાખવામાં આવી છે. તે સિવાય એક બાથરુમ અને લક્ઝરી લિવિંગ સ્પેસ પણ છે.

ગૌતમ સિંઘાનીયા

Learn how the Indian billionaires private jet is gorgeous!

ભારતના રેમન્ડ મેન તરીકે જાણીતા ગૌતમ સિંઘાનીયા તેમના પ્રાઇવેટ જેટ્સના પ્રેમ માટે જાણીતા છે. અત્યારે તેઓ બોમબાર્ડીયર ચેલેન્જર 600 ધરાવે છે તેમાં નવાઇ પામવા જેવુ નથી. તેનું ઇન્ટેરિયર એરિક રોથ દ્વારા સિંઘાનીયાની પસંદગીનું કરવામાં આવ્યું છે.

વિજય માલ્યા

Learn how the Indian billionaires private jet is gorgeous!

વિજય માલ્યાની કિંગફિશર હાલ ભલે મુશ્કેલીમાં છે, પરંતુ તેમની લાઇફસ્ટાઇલ હજુ પણ ભવ્ય જ છે. તેમની પાસે પ્રાઇવેટ એરબસ ACJ 319 છે. આ જેટમાં 6,000 ક્યુબિક ફૂટનો લિવીંગ એરિયા છે અને તેમાં 24 પેસેન્જરો સમાઇ શકે છે અને તેની કિંમત છે 40 મિલીયન ડોલર. જો તમે માનતા હોય તે ઝાકઝમાળવાળા આ ઉદ્યોગપતિ એક જ જેટ ધરાવે છે તો તમે ભૂલો છો. તેમની પાસે ગલ્ફસ્ટ્રીમ, બોઇંગ 272 અને હોકર પણ છે જે તેઓ તેમની કોર્પોરેટ અને પ્રાયવેટ મુસાફરીની જરૂરિયાતો પૂર્ણ કરવા ઉપયોગ કરે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,398 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>