કૌટુંબિક બાબતોને ભારતમાં રહેનાર બધા વ્યક્તિઓ ખુબ સારી રીતે જાણે છે. આપણી સંસ્કૃતિ આપણને અન્ય દેશોમાંથી અલગ અને વધુ સુસંસ્કૃત બનાવે છે. પરંતુ સમયની માંગ અને બદલતા જમાના મુજબ પરિવારના સ્વરૂપને નાનું કરવામાં આવ્યું છે. જેમાંથી આજે દાદા દાદી, નાના નાની, ભાઈ બહેન હટી ગયા છે. જોકે, આને ન્યુક્લિયર ફેમીલી (વિભક્ત કુટુંબ) કહેવામાં આવે છે. મોટા શહેરના નાના ઘરો એ ન્યુક્લિયર ફેમીલીના રૂપને ન ફક્ત જન્મ જ આપ્યો, પણ ખુબ પોપ્યુલર પણ બનાવી દીધો. આજની જીવનશૈલીમાં ન્યુક્લિયર ફેમીલી સિવાય બીજું કઈ વધારે વિચારી પણ ન શકાય અને આ જ ન્યુક્લિયર ફેમીલીએ ખુબ સારી સાઇડ ઇફેક્ટ્સને જન્મ આપ્યો છે.
પરિવારની દેખરેખ નથી થતી
આજના સમયમાં બંને પેરેન્ટ્સ વર્કિંગ હોય છે. આવામાં જો કોઈ એક પાર્ટનર કે સંતાનને કોઈ તકલીફ થાઈ તો તેની કેર (દેખરેખ) કરવાનો પુરતો સમય કોઈની પાસે હોતો નથી. નોકરી કરવી એ આજે મજબૂરી બની ગઈ છે. ઉપરાંત આ સમયે સંતાનો અને વૃદ્ધને સંભાળવા એ મુશ્કેલ બની જાઈ છે.
બાળકોનું ધ્યાન રાખવા વાળું કોઈ નહિ
આ સ્થિતિમાં દરેક માતા પિતા પસાર થાય છે. જયારે પણ બાળકોની જવાબદારી વધે છે ત્યારે તેમને લાગે છે કે કાશ! કોઈ વૃદ્ધ સાથે હોત તો તેમણે ન ફક્ત માર્ગદર્શિક અને મદદ મળતી પણ બાળકોને સારા સંસ્કાર પણ મળે. માતા પિતા પણ બાળકોની ચિંતા કરતા કરતા પોતાનું કામ કરે છે.
અસુરક્ષિત અનુભવવું
ન્યુક્લિયર ફેમીલી માં હંમેશા માતા પિતાને પોતાનું ઘર અને બાળકોની સુરક્ષાની ચિંતા રહે છે. ક્યારેક ઘરમાં મુકેલ કીમતી સામાનનો ચોરીનો ડર, તો ક્યારેક સ્કુલથી બાળકોને સમયે ઘરે ન પહોચવાનું ટેન્શન. આ બધી વાતો નાની છે અને પણ જરૂરી પણ છે. આજ કારણ છે કે ન્યુક્લિયર ફેમીલી માં ચોરી અને હત્યાના કેસ વધારે જોવા મળે છે
લાગણીશીલ આધાર નો અભાવ
જિંદગીમાં એવા ઘણા આધાર આવે છે જ્યાં તમે પોતાની જાતને હારેલા અને વેર-વિખેરતા અનુભવો, ત્યારે આપણને કોઈ મોટાના સહારાની જરૂર પડે. તેમનું માર્ગદર્શન સહારાનું કામ કરે. ક્યારેય ક્યારેય તો પતિ-પત્નીના ઝઘડામાં મોટાની સીખ ખુબ કામમાં આવે છે કારણકે તે આપણી પરીસ્થિતિને ખુબ સમજે છે અને આપણાથી સારી રીતે સંભાળી પણ લે છે.
સંસ્કારોની અછત
દરેક જૂની વાતો રૂઠીવાદી નથી હોતી. આપણી પરંપરામાં ઘણી એવી વાતો છે જેને જાણવી-સમજવી જરૂરી છે. આપણા તહેવાર અને તેનાથી જોડાયેલ કહાનીયો એવી છે જેનાથી ખુબ શીખવા મળે છે. આ બધું ત્યારેજ સમભવ છે જયારે આપણી સાથે કોઈ વૃદ્ધ હોય. ન્યુક્લિયર ફેમીલી માં આપણે આનાથી વંચિત રહીએ છીએ.
વહેંચણી અને દેખભાળ ની ભાવનામાં અભાવ
પરિવાર આપણને, સુખ-દુઃખ શેર કરવું અને એકબીજાનો ખ્યાલ રાખવો એ શીખવાડે છે. પરંતુ, ન્યુક્લિયર ફેમીલી માં આ બધું ન તો મોટા લોકો શીખી શકે છે કે ન નાના લોકો.