‘પીકે’ ની સકસેસ બાદ બે વર્ષ પછી ફરીવાર બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમીર ‘દંગલ’ લઈને આવ્યા છે. દેશમાં હાલ નોટબંધી ની સમસ્યા ચાલી રહી હોવાથી લોકો જાણવા માંગતા હતા કે આમીર ની નવી ફિલ્મ ‘દંગલ’ નું બોક્સ ઓફીસ કલેક્શન કેવું રહ્યું હશે….
હાલમાં દેશમાં ચાલી રહેલ નાણાની સમસ્યા બાદ પર ‘દંગલ’ નું બોક્સ ઓફીસ કલેક્શન એકદમ જોરદાર છે. આમીરની ફિલ્મ ‘દંગલ’ પોતાનું અસાધારણ પરફોર્મન્સ આપીને પહેલા સોમવારે જ લગભગ ૨૫ કરોડ ની કમાણી કરીને ઇન્ડિયન બોક્સ ઓફીસ પર પુરા કર્યા ૧૩૨.૪૩ કરોડ રૂપિયા.
શાનદાર પરફોર્મન્સ અને જોરદાર બોક્સ ઓફીસ કલેક્શન ને કારણે ‘દંગલ’ ને માત્ર ત્રણ દિવસમાં જ ‘૧૦૦ કરોડ’ ક્લબ માં શામેલ કરવામાં આવી છે. દંગલે બોક્સ ઓફિસને એવું હલાવી નાખ્યું કે હાલ તેણે ૧૦૦ કરોડ નો આંકડો પણ પાર કરી દીધો છે.
જયારે ફિલ્મનું ઓપનીંગ એટલેકે શુક્રવારે રીલીઝ થઇ ત્યારે ૨૯.૭૮ કરોડ રૂપિયા કમાઈ લીધા હતા. ત્યારબાદ શનિવારે ૩૪.૮૨ કરોડ રૂપિયા અને રવિવારે ૪૨.૩૫ કરોડ રૂપિયા ની તાબડતોડ કમાણી કરી હતી.
વિકેન્ડના પહેલા સોમવારે ૨૫.૪૮ કરોડ રૂપિયા, મંગળવારે ૨૩.૦૭ કરોડ રૂપિયા અને બુધવારે ૧૫ કરોડ રૂપિયાની બેહદ શાનદાર કમાણી કરી છે.
પહેલા ત્રણ દિવસની ઓવરઓલ કમાણી જોવામાં આવે તો બોક્સ ઓફિસમાં દંગલે ૧૦૬.૯૫ કરોડ રૂપિયા ની કમાણી કરી.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આમીર સ્ટારર ફિલ્મ ‘દંગલ’ ૭૦ કરોડ રૂપિયા માં બની હતી, જેણે શરૂઆતના ફક્ત ત્રણ દિવસમાં જ ૧૦૬ કરોડ રૂપિયા કમાઈ લીધા.
આ આંકડામાંથી ૫૦ કરોડ રૂપિયા આમીર ની ફીસ છે. જણાવી દઈએ કે દેશભરમાં ફિલ્મને ૪૩૦૦ સ્ક્રીન માં રીલીઝ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ‘દંગલ’ રેસલર ‘મહાવીર સિંહ ફોગટ’ ના જીવન પર બનેલ બાયોપિક ફિલ્મ છે.