જાણો આપણે કેમ ગણેશ ચતુર્થીની ઉજવણી કરીએ છીએ??

the story behind ganesh chaturthi

ભારતમાં ઉજવણી કરવામાં આવતા પ્રમુખ તહેવારોમાં એક તહેવાર છે ગણેશ ચતુર્થી. આ દિવસે ભગવાન ગણેશના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન ગણેશને હિન્દુ ધર્મમાં જ્ઞાન, બુદ્ધિ અને સારા ભાગ્યનુ પ્રતિક માનવામાં આવે છે.

આ તહેવારને લોકો વિનાયક ચતુર્થીના નામે પણ ઓળખે છે. આ દિવસે મહારાષ્ટ્રના બધા ઘરમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

આ છે ગણેશ ચતુર્થીની પાછળનો ઇતિહાસ

the story behind ganesh chaturthi

ગણેશ ચતુર્થીને સૌથી પહેલા છત્રપતિ શિવાજી મહારાજે મરાઠા ક્ષેત્રમાં ઉજવ્યો હતો. દંતકથામાં આ જાણવા મળે છે કે આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવને પુત્રના રૂપમાં ગણેશજી નો આભીરભાવ થયો.

ભગવાન ગણેશની જન્મ કથા

the story behind ganesh chaturthi

સૌથી વધારે પ્રચલિત કથા એ છે કે એકવાર ભગવાન શિવ કઈક જગ્યાએ બહાર જાઈ છે તો તેમની અનુપસ્થિતિમાં દેવી પાર્વતીએ પોતાના શરીરમાં રંગ લગાવ્યો હતો. આ રંગને કાઠતાં કાઠતાં તેમણે એક મૂર્તિ તૈયાર કરી અને તેમાંથી બાલ ગણેશનું સર્જન થયું. ત્યારબાદ દેવી પાર્વતી ન્હાવા ચાલ્યા ગયા અને બાલ ગણેશને તેમણે બહાર દરવાજામાં દેખરેખ રાખવા સૂચવ્યું.

આ પણ જુઓ :- શું તમે પૂજા કરતા પહેલા આ ભૂલી જાઓ છો?

the story behind ganesh chaturthi

બાલ ગણેશ જયારે દરવાજામાં દેખરેખ રાખતા હોય છે ત્યારે ત્યાં શંકર ભગવાન આવી જાય છે. તે અંદર જવાની કોશિશ કરે છે તો ગણેશજી તેમને રોકે છે, અને ભગવાન શિવને ગુસ્સો આવી જાઇ છે ને ગણેશજીનું મસ્તક કાપી નાખે છે. ત્યારે પાર્વતી બહાર આવતી હોય છે. પાર્વતીને ભગવાન શિવ પર ગુસ્સો આવે છે. દેવી પાર્વતી કાળીનું રૂપ લે છે. ભગવાન શિવ પાર્વતીની વાત સંભાળીને તેમની પાસે માફી માંગે છે અને ગણેશજીને જીવતા કરવાનો કઈક માર્ગ શોધી કાઠ્યો. તેમને તેમના લોકોને કહ્યુંકે એવા કોઈ બાળકનું માથું લાવો કે, જેમની માતા તેમના તરફ સૂતી હોય.

લોકો એક હાથીના બચ્ચાનું માથું લાવ્યા. ભગવાન શંકરે હાથીના માથાને ગણેશના ધડની સાથે જોડ્યું. આ પ્રકારે બાળ ગણેશ પુનઃજીવતા થયા અને માતા પાર્વતી પણ ખુશ થયા. બસ, ત્યારથી જ લોકો આ દિવસને ગણેશ ચતુર્થી તરીકે ઉજવણી કરે છે. મોટાભાગે મહારાષ્ટ્રમાં આ તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,742 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>