તમારી ઉમર ૨૦ છે કે પછી ૪૦ પણ જયારે તમે અવિવાહિત છો અને તમારે બિનઆયોજિત સગર્ભાવસ્થા નો સામનો કરવો પડે ત્યારે તમારું જીવન અને જીવનમાં વિચારેલી જેટલી પણ યોજનાઓ બધી જ બાજુ એ મુકાઈ જાય છે. જ્યારે પૂર્વ વૈવાહિક સગર્ભાવસ્થા અને કુંવારી માતાઓ માટે પોતાનું મોઢું છુપાવવા કે પછી લોકો ની તોહમત થી બચવાની ભારતીય સમાજમાં કોઈ જોગવાય નથી. માટે તમે અવિવાહિત કાળ માં ગર્ભાવસ્થા નો સામનો કરી રહ્યા હોય તેવી સ્થિતિ માં જ્યાં સુધી તમને તેનાથી બહાર નીકળવાનો માર્ગ ના મળે ત્યાં સુધી ભયભીત થવાની જરૂરત નથી.
આવી પરિસ્થિતિ માં તમારી પાસે ત્રણ પસંદગીઓ છે:
તમે ગર્ભપાત કરાવી શકો છો.
તમે ગર્ભાવસ્થા ચાલુ રાખી બાળકના જન્મ પછી તેને જરૂરિયાતમંદ દંપતી ને દત્તક આપી શકો છો.
તમે ગર્ભાવસ્થા ચાલુ રાખી તે બાળકને અપનાવી શકો છો.
ગર્ભપાત
ત્રણ પસંદગીઓ માંથી એક છે ગર્ભપાત જે ભારતમાં સૌથી વધુ સામાન્ય છે. કુંવારી માતા હોવા સાથે લાંછન અને શરમ બે વસ્તુ જોડાય જાય છે માટે આ રસ્તો સૌથી પેહલા મગજ માં આવે છે.જો તમે ગર્ભપાત કરાવવાનો ણો નિર્ણય લઇ લીધો હોય તો તમે પાંચ અઠવાડિયા સુધીમાં, તબીબી ગર્ભપાત (ગોળીઓ) અને સર્જરી દ્વારા ગર્ભપાત આ બે વચ્ચે પોતાની પસંદગી કરી શકો છો.આ પછી તમે હોસ્પિટલ માં કોલ કરી આ વિષે બતાવવું જરૂરી છે કેમ કે અમુક હોસ્પિટલ આ માટે પરવાનગી નથી આપતી.
જયારે તબીબી ગર્ભપાત ગોળીઓ મારફત કરવામાં આવે છે તો આ ત્રણ દિવસનો કોર્સ હોય છે અને ગર્ભપાત ત્રીજા દિવસે થઇ જાય છે. તમે આ ગોળીઓ પ્રિસ્ક્રિપ્શન અને સ્ત્રીરોગવિજ્ઞાની દેખરેખ વગર લઇ નહિ શકો. યોગ્ય નિષ્ણાત ની દેખરેખ વગર જો તમે આ નો ઉપયોગ કરશો તો રક્તસ્ત્રાવ જેવી અન્ય સમસ્યાઓ પેદા કરી શકે છે. ગર્ભપાત સારી રીતે અને સફળતા પૂર્વક થયો છે કે નહિ તેની ખાતરી કરવા માટે ગર્ભપાત થયા ને ૨ અઠવાડિયા પછી તમારે સ્ત્રીરોગ ના નિષ્ણાત પાસે જવું જરૂરી છે.
પાંચ અઠવાડિયા પછી, જો કે, એક સર્જિકલ પ્રક્રિયા થી ગર્ભપાત કરાવવું પણ તમારો જ વિકલ્પ છે. માટે તમે તમારા સ્ત્રીરોગચિકિત્સક ની મુલાકાત લો અને તેમની સલહ લો. તમે તમારા તમારા સ્ત્રીરોગચિકિત્સક ને અમુક દિવસો નો સમય આપો જેથી તે ઘર્ભ્પણ ની સર્જરી માટેની બધી સુખ-સુવિધ્યાઓ ની વ્યવસ્થા કરી લે. આ પર્ક્રિયા માં માત્ર ૧૫ થી ૨૦ મિનીટ નો સમય લાગે છે પણ તમારે આ સર્જરી પછી લગભગ ૪ થી ૫ કલાક સુધી હોસ્પિટલ માં રેહવું પડે છે.
દત્તક
ગર્ભપાત એક અનુકૂળ પદ્ધતિ એક અનિચ્છનીય ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માટે છે. પણ આ બધા માટે શક્ય નથી હોતું કે તેનામાં ગર્ભપાત કરવવાની હિમ્મત હોય.કેટલાક ધાર્મિક મંતવ્યો આધારે તેનો વિરોધ કરતા હોય છે. જયારે અન્ય લોકો ને લાગે છે કે ગર્ભપાત કરાવવો એ હત્યા કરવા સમાન અપરાધ છે. જો તમે પણ આવું કઈક વિચારતા હોય તો તમારા માટે એડોપ્શન શ્રેષ્ઠ પસદગી બની શકે છે. જો તમે જુવાન અને અવિવાહિત છો તો બાળકને પોતાની સાથે રાખવા માટે મૂંઝવણ ઉભી થાય છે અને તેમના માં શરીર ને લગતી સમસ્યાઓ પણ થઇ શકે છે.ડોકટરો નું કેવું છે કે અવિવાહિત મહિલા માં બાળકને પેટ માં રાખવાની અને જન્મ આપવાની ક્ષમતા ઓછી હોવાથી તમની જાન પણ જોખમ માં આવી શકે છે.
જે કે, તમને આ મુદ્દાઓ લાગુ નથી પડતા અને તમે બાળકને જન્મ આપવાની ઈચ્છા રાખો છો તો તમે બાળકને ક્યાં જન્મ આપવા ઈચ્છો છો તે નક્કી કરવું અત્યંત આવશ્ક્ય છે. જો તમે હોસ્પિટલ માં જન્મ આપવા ઈચ્છો છો તો આ વસ્તુ ધ્યાન રાખો કે ત્યાં બાળક જન્મ ની નોધણી તમારા નામ પર થશે જે તમે ક્યારેય નાં ઇચ્શો.
કેટલીક સંસ્થાઓ છે જ્યાં આવી અવિવાહિત મહિલાઓ બાળકને જન્મ આપી શકે છે. આવી સંથાઓમાં બાળક તથા તેની માતાઓ ની બધી જાણકારીયો ગુપ્ત રાખવામાં આવે છે અને સાથે સાથે તેઓ બાળકો ને જરૂરતમંદ લોકો ને બાળક દત્તક આપવાની સેવાઓ પણ પૂરી પાડે છે, તે સંસ્થાઓ મહિલાઓને શીખવે પણ છે કે કેવી રીતે બાળકની ડીલીવરી પછી સંભાળ રાખવાની.
તો આવા માર્ગો થી તમે પ્રેગનન્સી ની સમસ્યા થી છુટકારો મેળવી શકો છો.