જલ્દી બની જાય તેવી રેસીપી ‘નારિયેળ ની કેક’

સામગ્રી

Coconut Basbousa (6) - 1

* ૧ કપ રવો,

* ૧ કપ છીણેલું નારિયેળ,

* ૧ કપ દળેલી ખાંડ,

* ૧/૨ કપ માખણ,

* ૧/૨ કપ દહીં,

* ૨ ટેબલ સ્પૂન દૂધ,

* ૨ ટેબલ સ્પૂન મકાઈનો લોટ,

* ૧/૨ ટેબલ સ્પૂન બેકિંગ સોડા,

* ૧/૨ ટેબલ સ્પૂન વેનીલા એસેન્સ,

* પીંચ સોલ્ટ.

રીત

1

એક બાઉલમાં રવો, છીણેલું નારિયેળ, દળેલી ખાંડ, માખણ, દહીં, દૂધ, મકાઈનો લોટ, બેકિંગ સોડા, વેનીલા એસેન્સ અને પીંચ સોલ્ટ નાખીને બરાબર રીતે આ મિશ્રણને મિક્સ કરી લેવું.

ત્યારબાદ કેક ટીનમાં બટર અને મેંદાનો લોટ લગાવી દેવો અને ઉપરોક્ત તૈયાર કરેલ મિશ્રણને આમાં નાખવું. હવે આને બરાબર રીતે ફેલાવી દેવું. પછી એક કવર પેપરથી આની ચારે તરફ બાંધી દેવું, જેથી મિશ્રણ ડ્રાય ન થઇ જાય. ત્યારબાદ આને બે કલાક સુધી રાખી મુકવું.

હવે આને ઓવનમાં ૧૮ ડીગ્રી સેલ્સિયસમાં ૪૦ મિનીટ સુધી રાખવું. ૪૦ મિનીટ બાદ તૈયાર છે કેક. હવે કેકને ૧૫ મિનીટ સુધી ઠંડી થવા દેવી. કેક ઠંડી થયા પછી તેના ચિપ્સ પાડવા. તો તૈયાર છે નારિયેળની કેક.

Comments

comments


6,397 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 5