જલ્દીથી જ બોલીવુડમાં એન્ટ્રી કરશે આ સ્ટાર કિડ!

Ahan-and-Sunil

બોલીવુડ માં રોજ ખબર આવતી રહે છે કે ટૂંક સમય આ સ્ટાર્સ કિડના પુત્ર તથા પુત્રીઓ લોન્ચ થશે. જેમાં અમુક સચ્ચાઈ તો અમુક માત્ર અફવાહ હોય છે. અમુક બોલીવુડ સ્ટાર્સના કિડ્સ હજુ ભણતા જ હોય છે અને એમાં પણ ઇન્ડિયાની બહાર રહેતા હોય છે છતાં પણ તેઓ હંમેશા લાઇમલાઇટ માં છવાયેલ રહે છે.

આ સ્ટાર્સ કિડ્સ તરીકે હાલમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન, શ્રીદેવી ની બંને પુત્રીઓ ખુશી અને જ્હાનવી, સૈફ અલી ખાનની પુત્રી સારા અને સચીન તેંદુલકરની પુત્રી સારા નું નામ આ લીસ્ટમમાં શામેલ છે.

વેલ, અમે વાત કરી રહ્યા છીએ બોલીવુડના ‘અન્ના’ એટલેકે સુનીલ શેટ્ટી નો પુત્ર ‘અહાન’ ની. બોલીવુડમાં ખબરો છે કે અહાન શેટ્ટી જલ્દીથી બોલીવુડ જોઈન કરશે. ૨૦૧૬ માં સુનીલ શેટ્ટીની પુત્રી ને સલમાન ખાને પોતાની હોમ પ્રોડક્શન ફિલ્મ ‘હીરો’ થી લોન્ચ કરી હતી.

હવે ભાઈ અહાન પણ તેના નકશે ચાલવા તૈયાર છે. હાલમાં અહાન ૨૧ વર્ષીય છે, જે અમેરિકાની ‘ફિલ્મ મેકિંગ યુનિવર્સીટી’ માં સ્ટડીઝ કરી રહ્યો છે. જયારે બહેન આથીયા એ ‘ન્યુ યોર્ક ફિલ્મ એકેડમી’ થી અભ્યાસ કર્યો છે.

જાણકારી અનુસાર જાણીતા ફિલ્મ નિર્માતા ‘સાજીદ નડિયાદવાલા’ અહાન શેટ્ટીના ગોડફાધર બનવા જઇ રહ્યા છે. ખબરો અનુસાર અહાનને સાજીદે પોતાની અપકમિંગ ફિલ્મ માટે ફાઈનલ કરી લીધો છે અને એક ફોટોશૂટ પણ તેઓ કરાવી ચુક્યા છે.

આ આગાઉ સાજીદ નડિયાદવાલા બોલીવુડમાં ‘હિરોપંતી’ દરમિયાન ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન ને લોન્ચ કરી ચુક્યા છે. ખબરો અનુસાર અહાન નું બોલીવુડમાં ડેબ્યુ ૨૦૧૭માં થઇ શકે છે.

Comments

comments


5,102 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 5