જરૂર વાંચો… સ્વાસ્થ્ય સબંધિત આ સાડા ત્રણ મિનીટની વાત…..!!!

Health-Insurance-and-the-Health-Care-System

એક સીનીયર ડોક્ટર મિત્રના જણાવ્યા મુજબ જે લોકો રાત્રે અથવા વહેલી સવારે બાથરૂમ જવા ઉઠે છે તેમના માટે ૩.૫ મિનીટ ખાસ મહત્વની છે. દરેક વ્યક્તિએ આ ૩.૫ મિનીટની નોંધ લેવી જરૂરી છે. આ સાડા ત્રણ મિનીટ હડદઅંશે અચાનક મોતની શક્યતા ઘટાડી દે છે.

આપણને સાંભળીને ઘણીવાર આંચકો લાગી જાય છે. કે સારો, તંદુરસ્ત લાગતો માનવી રાત્રે ગુજરી જાય છે. આપણે સાંભળીએ છીએ કે અરે ! કાલે રાત્રે તો હું તેની સાથે ફરવા ગયો હતો કે રાત્રે તો હું તેની સાથે વાત કરતો હતો અને સવારે ઉઠતાવેત આ સમાચાર? તો આવું આકસ્મિક મોત કેમ થાય છે? સાજા સમા માણસને જ કેમ ભરખી ગયું?

હવે સાવ સહેલી ભાષામાં સમજીએ તો એવું થાય કે તમે રાત્રે બાથરૂમ જવા માટે એકદમ ઉતાવળમાં જ ઉભા થઇ જાઓ હવે રાત્રે આપણે આરામ કરતા હોઈએ અને એકદમ જ ઉભા થઇ જઈએ ત્યારે આપણા મગજને મળતું લોહી ઓછુ થઇ જાય છે. અહી સાડા ત્રણ મિનીટનું મહત્વ છે. મધ્ય રાત્રીએ જયારે બાથરૂમમાં જવાની ઉતાવળમાં ત્વરિત ઉભા થઇ જાઓ છો ત્યારે કેટલાક શારીરિક ફેરફાર થાય છે.

દા.ત. તમારા હૃદયની ઇ.સી.જી પેટર્ન બદલાઈ, મગજને લોહી ન મળે અને તેથી ‘હાર્ટફેઈલ’ થવાની શક્યતા બહુ જ રહે છે. અહી ડોક્ટર જણાવે છે કે આ સાડા ત્રણ મિનીટનો ઉપયોગ કરો. ડોક્ટરના જણાવ્યા મુજબ આ સાડા ત્રણ એટલે…

passengers-save-heart-attack-victims-life-while-flight

૧. ઉંધમાંથી ઉઠતી વખતે પથારીમાં એકથી દોઢ મિનીટ આરામથી પડી રહો.

2. પથારીમાં ઓછામાં ઓછા અડધી મિનીટ બેસો.

૩. પલંગની કિનારે બેસી તમારા પગને લગભગ અડધાથી એકાદ મિનીટ નીચે ઝૂકેલા રાખો.

માત્ર સાવ નજીવી લાગતી આ ત્રણ વાત યાદ રાખો તો આ સાડા ત્રણ મિનીટ તમારા મગજને અચાનક જ મળતો બંધ થયેલો લોહીનો પુરવઠો કે હાર્ટફેઈલ નહી થવા દે અને તેથી કરીને અચાનક મોતમાંથી ઉગરી જવાશે.

આ સાવ જ સરળ લાગતી વાત આપણા મિત્રો સબંધીઓ વિગેરેને જણાવવી ખાસ જરૂરી છે કારણકે આવું અચાનક મોત કોઈપણ ઉંમરની વ્યક્તિ ભલે તે નાની હોય કે મોટી કોઈને પણ થઇ શકે છે.

આ સરળ લાગતી માહિતી કોઈનું જીવન બચાવી શકશે.

Comments

comments


9,297 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 1 =